Video: લગ્નના ફેરા શરૂ થાય તે પહેલા જ સુઈ ગઈ દુલ્હન, વીડિયો થયો વાઈરલ

ભારતમાં આજ કાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આમ પણ ભારતીય લગ્નોમાં હસી મજાક થવી સામાન્ય બાબત છે. જો કે સોશિયલ મીડિયાના આ જમાનામાં લગ્નમાં બનતી નાની નાની બાબતોના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જાય છે. આવા ઘણા ફની વીડિયો આપણને ઈન્ટરનેટ પર જોવા મળે છે.

જો કે લગ્નમાં અનેક વિધિઓ આવતી હોવાથી રાત્રિના ઉજાગરા અને ભાગદોડના કારણે થાક પણ લાગે છે. ખાસ કરીને કન્યાને તૈયાર થવાથી લઈને અનેક વિધિઓમાં ભાગ લેવાનો હોવાથી થાક વધુ લાગે છે. કન્યાને પીઠીની વિધિ માટે વહેલા ઉઠવું પડે છે ત્યાર બાદ લગ્નના દિવસ માટે તૈયાર થવામાં પણ ઘણો સમય લાગે છે. જેમા ઘણો થાક લાગે છે. આ બધા વચ્ચે જો કન્યાને 15 કે 20 મિનિટનો આરામ મળી જાય તો પણ તે તેના માટે બહુ આરામદાયક બની રહે છે.

તમને જણાવી દઈએ કે, પંજાબી લગ્નમાં જયમાલા વિધિ બાદ અને ફેરાના પહેલા કન્યાને થોડા બ્રેક આપવામાં આવે છે, જ્યારે વરરાજો મંડપમાં વિધિ કરી રહ્યો હોય છે. કન્યાને ત્યારે જ બોલાવવામાં આવે છે જ્યારે તેના અને વરરાજાના લગ્ન માટે અનુષ્ઠાન કરવાનો સમય આવે છે.

જો કે આ બધાની વચ્ચે એક વીડિયો વાઈરલ થયો છે જેમા દુલ્હન સુતેલી જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘witty_wedding’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો પોતાની હસી રોકી શકતા નથી અને પોતાની પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવી રહ્યા છે. આ વીડિયોમાં દુલ્હન મેંજેન્ટા લહેંગો પહેરીને સોફા પર સુતેલી જોવા મળે છે. જ્યારે પંડિતજી તેને બોલાવી રહ્યા હોય છે. ઘણા લોકો કહી રહ્યા છે કે લગ્નમાં બહુ થાક લાગે છે તેથી કન્યાની સ્થિતિ સમજી શકાય છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતી લગ્નમાં મંડપના દિવસે રાત્રે મોડા સુધી ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યાર બાદ સવારે જાન આવતી હોવાથી કન્યાને તૈયાર થવા વહેલા ઉઠવું પડે છે તેથી તેમને આરામ કરવાનો પૂરતો સમય મળતો નથી.

YC