સરપ્રાઇઝ ડેટના બહાને ભાવિ પતિને બોલાવી છોકરીએ કર્યુ એવું કે…માન્યામાં નહિ આવે

છોકરીએ થવાવાળા પતિને સરપ્રાઇઝ ડેટના બહાને બોલાવીને કર્યો કાંડ, દર્દનાક કિસ્સો આવ્યો સામે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના પ્રયાસના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ અંગત અદાવત રાખી અને સામેવાળી વ્યક્તિ પર હુમલો કરવામાં આવતો હોય છે. તો ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ અવૈદ્ય સંબંધમાં હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતી તેના માતાપિતાએ પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. આવી સ્થિતિમાં તેણે તેના ‘ભાવિ પતિ’ સાથે કંઈક એવું કર્યું જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા.

પોલીસ અનુસાર, યુવતીએ યુવકને ‘સરપ્રાઈઝ ડેટ’ના બહાને મળવા બોલાવ્યો અને તેની ગરદન પર ચાકુથી વાર કર્યો. યુવકને ગળામાં ઉંડો ઘા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના વિશાખાપટ્ટનમના ચુડાવરમની છે. રામા નાયડુ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) માં વૈજ્ઞાનિક છે.

તેના લગ્ન આવતા મહિને પુષ્પા સાથે થવાના હતા. 22 વર્ષીય પુષ્પા રામ નાયડુને મળ્યા પહેલા તેણે ત્રણ છરીઓ ખરીદી હતી.રામ પુષ્પાને મળવા આવ્યો ત્યારે યુવતીએ તેના ગળા પર ચાકુથી વાર કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘યુવતીનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.’

રામ નાયડુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેનો સફેદ શર્ટ લોહીથી લથપથ હતો. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે તેના માતા-પિતા દ્વારા પસંદ કરાયેલા યુવક રામ નાયડુ સાથે લગ્ન કરવા માંગતી ન હતી. તેણે આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો પરંતુ માતા-પિતાએ તેના પર ધ્યાન આપ્યું ન હતું.

Shah Jina