લગ્નની અંદર એક વ્યક્તિએ દુલ્હનને વરમાળા પહેરાવવા માટે ઊંચકી અને પછી ગુસ્સામાં જે થયું તે જોઈને તમે પણ ચોંકી ઉઠશો

લગ્ન એક હસી ખુશીનો પ્રસંગ માનવામાં આવે છે. ઘણા લોકો લગ્નની અંદર મસ્તી કરતા પણ જોવા મળે છે. જેના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. પરંતુ ક્યારેક આ હસી મજાક કોઈ બીજું રૂપ પણ ધારણ કરી લે છે, આવી જ એક ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે વર કન્યા લગ્નના મંડપની અંદર વરમાળા દરમિયાન ઉભા છે. આ દરમિયાન જ વરરાજાને એક વ્યક્તિ આવી અને ઊંચકી લે છે જેના બાદ કન્યાને વરમાળા પહેરાવવામાં તકલીફ થાય છે. કારણ કે વરરાજાને ઊંચક્યા હોવાના કારણે તેની ઊંચાઈ વધી જાય છે.

આ દરમિયાન જ કન્યા તરફથી પણ એક વ્યક્તિ આવે છે અને તેને ઊંચકી લે છે, અને વર કન્યા એકબીજાને વરમાળા પહેરાવી દે છે. પરંતુ જેવી જ કન્યાને ઊંચકેલ વ્યક્તિ તેને નીચે ઉતારે છે, કન્યા ગુસ્સે ભરાય છે અને તે વ્યક્તિને એક જોરદાર તમાચો લગાવી દે છે.

હજુ ઘટના એટલેથી અટકતી નથી. આ વ્યક્તિ પણ ગુસ્સામાં ભરાય છે. પરંતુ તે કન્યા ઉપર ગુસ્સો ઠાલવી શકતો નથી, પરંતુ કન્યાની બાજુમાં ઉભી રહેલી એક બીજી મહિલા ઉપર પોતાનો ગુસ્સો ઠાલવે છે અને તેને એક જોરદાર તમાચો મારી દે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયલર થઇ રહેલો આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની કોઈ માહિતી નથી મળી રહી, પરંતુ હાલમાં તેને મોટા પ્રમાણમાં લોકો જોઈ રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને…

Niraj Patel