કારની બોનેટ પર બેસીને દુલ્હન પહોંચી ગઈ ભાવિ પતિના ઘરે, દુલ્હાને જોતા જ કર્યું એવું કામ કે ચારે બાજુ થઇ રહી છે ચર્ચા

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં લગ્નને લગતા ઘણા વીડિયો જોવા મળે છે. જેમાના અમુક ફની તો અમુક હેરાન કરી દેનારા હોય છે. પહેલાના સમયમાં દુલ્હન પોતાના લગ્નના સમયે ખુબ જ શરમાતી હોય છે જ્યારે આજે સમય બદલાઈ ગયો છે. આજે દુલ્હન પોતાના જ લગ્નમાં ડાન્સ કરે છે અને મનભરીને ઠુમકા પણ લગાવે છે. આજની દુલ્હન પોતાના લગ્નની દરેક ક્ષણ મન ભરીને એન્જોય કરે છે.તે પોતાના ભાવિ પતિ સામે દિલની વાત કહેવામાં પણ બિલકુલ પણ શરમાતી નથી.એવો જ એક વીડિયો હાલ શિશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જ્યા એક દુલ્હને એવું કામ કર્યું કે તે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયું હતું.

બુલેટ પર બેસીને એન્ટ્રી મારવી હોય કે પછી ગાડીમાં બેસીને એન્ટ્રી કરવાની હોય,દુલ્હનનો દરેક અંદાજ લોકોનું દિલ જીતી લે છે. એવો જ એક લગ્નનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ  મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન કારની બોનેટ પર બેસીને દુલ્હાના ઘરે પહોંચી જાય છે અને પોતાના દિલની વાત કહી દે છે. સલમાન ખાનની ફિલ્મ મુજસે શાદી કરોગે માં જે રીતે સલમાન ખાન ડાન્સ કરતા કરતા પોતાની પ્રમિકા સામે લગ્નનનું પ્રપોઝ કરે છે એવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું છે. જેમાં દુલ્હન સલમાન ખાનની જેમ જ પોતાના થનારા ભાવિ પતિને લગ્ન માટે પ્રપોઝ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન સાજ શણગાર કરીને કારની બોનેટ પર બેસીને દુલ્હાના ઘરની સામે આવે છે અને દુલ્હો પણ બાલ્કનીમાં આવી જાય છે.

દુલ્હાને જોતા જ દુલ્હન જોર જોરથી ચીખવા લાગે છે અને કહે છે કે,”મારે તારી સાથે લગ્ન કરવા હતા”. જવાબમાં દુલ્હો ચકિત થઈને પૂછે છે હા? તો દુલ્હન કહે છે કે,હા વાળું હા કે પછી સવાલ વાળું હા!” આ દરમિયાન દુલ્હન લગ્ન માટે ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો witty_wedding  નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે કૈપ્શનમા લખવામાં આવ્યું છે કે,”બોસ દુલ્હન પોતાના દુલ્હાને દિલ વાલે દુલહનીયા લે જાયેંગે સ્ટાઈલમાં પ્રપોઝ કરી રહી છે”. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

Krishna Patel