ગુસ્સામાં આવીને સ્ટેજ પર દુલ્હને કરી દીધુ એવું કે દુલ્હા સહિત મહેમાનો શરમાઇ ગયા, જુઓ વીડિયો

દુલ્હા-દુલ્હન બધા લગ્નમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. બધા મહેમાનોની નજર તેમના પર ટકેલી હોય છે. કોઇ તેમની સાથે તસવીર ક્લિક કરાવવા માટે ઉતાવળા હોય છે તો કોઇ તેમને આશીર્વાદ આપવાા માટે સ્ટેજ પર જતા હોય છે. કેટલાક લોકો તો દુલ્હા-દુલ્હનની મસ્તી કરવા માટે પણ સ્ટેજ પર જતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તો અલગ જ કહાની જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ગજબ વાયરલ થઇ રહ્યો છે. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચેનો કોઇ પણ ઝઘડો હોય. પરંતુ લગ્ન સમયે કોઇને સ્ટેજ પર રૂઠતા મનાવતા નહિ જોયા હોય. જો કે, સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઇને તમને ઘણુ હસવુ આવશે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હો સ્ટેજ પર તેના મિત્રોથી ઘેરાયેલો છે. દુલ્હન બાજુ કોઇ પણ જોવા મળી રહ્યુ નથી. આ માટે દુલ્હન દુલ્હાના ખોળામાં જઇને બેસી જાય છે. લગ્નના સ્ટેજ પર દુલ્હનની આવી હરકત જોઇ બધા હેરાન રહી જાય છે. દુલ્હાની આસપાસના મહેમાન તો તેને જ જોતા રહી ગયા.

આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને સોશિયલ મીડિયા પર દુલ્હનના આ અંદાજને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

Shah Jina