સાળીઓએ જીજાજી પાસેથી પૈસા પડાવવા માટે એવો કર્યો ગજબનો જુગાડ કે મહેમાનોના પણ ઉડ્યા હોંશ- જુઓ વીડિયો

દુલ્હનની બહેનોએ દુલ્હાને એવો ફસાવ્યો ચક્રવ્યૂહમાં, પછી આવી રીતે પડાવ્યા પૈસા, જુઓ મજેદાર વીડિયો

ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, અને લગ્નને લઇને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પણ વાયરલ થાય છે. લગ્નમાં જીજા-સાળી, દિયર-ભાભી અને દુલ્હા-દુલ્હનના મિત્રોની મસ્તીના વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો લગ્નનો છે. વીડિયોમાં દુલ્હા અને દુલ્હન લગ્નના સ્ટેજ પર બેઠેલા જોવા મળે છે.

આ વચ્ચે દુલ્હનની બહેનો પોતાના જીજાજી સાથે મજેદાર ગેમ રમે છે. વીડિયોમાં જોઇ શકાય છે. દુલ્હનની બહેનો જીજા સાથે શગુનની માગ કરી રહ્યા છે. જીજાજી પાસેથી પૈસા નીકાળાવા માટે સાળીઓએ ગજબનો જુગાડ શોધ્યો છે. બિચારો દુલ્હો પણ સાળીઓના બનાવેલા ચક્રવ્યૂહમાં ફસાઇ જાય છે. જીજાજીને દુલ્હનની બહેનો ચારે બાજુથી ઘેરી લે છે અને તે બાદ તે જીજાજી સાથે એક ગેમ રમે છે.

આ ગેમમાં જીજાજી જે પણ ઓપ્શન પસંદ કરે, તેમાં તેમને તેમનું ખીસ્સુ ઢીલુ કરવું પડે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ચકરી હોય છે. તે બાદ દુલ્હનની બહેનો તે ચકરીને જીજાને ફરાવવા કહે છે. વીડિયોમાં ચકરી પર 10 હજાર, 50 હજાર અને 90 હજાર તેમ એક લાખની રાશી લખેલી જોવા મળી રહી છે. એનો મતલબ એ છે કે કોઇ પણ ઓપ્શન આવવા પર જીજાજીને ખીસ્સુ ઢીલુ કરવું જ પડશે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

વીડિયોના અંતમાં તમે જોઇ શકો છો કે સાળીઓના આ ગેમમાં બીચારો દુલ્હો ખરાબ રીતે ફસાઇ જાય છે. તે દુલ્હનની બહેનોથી પૈસા હારી જાય છે. વીડિયોને wedabout નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઇ યુઝર્સ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. વીડિયોની લોકો મજા પણ લઇ રહ્યા છે.

Shah Jina