લગ્નમાં મોજડી ચોરવા માટે વરરાજાનો ભાઈ બાખડી પડ્યો કન્યાની બહેન સાથે, વાયરલ વીડિયોમાં જુઓ પછી કોની થઇ જીત ?

હાલ દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા લગ્નની અંદર વર-કન્યાનો મસ્તી ભર્યો અંદાજ તો ક્યારેક જીજા સાળીની મસ્તી પણ જોવા મળતી હોય છે. ખાસ કરીને લગ્નમાં વરરાજાની મોજડી ચોરવાનો રિવાજ ખુબ જ મજા લાવી દેવો હોય છે. જેના પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે, જેમાં લગ્નની અંદર વરરાજાની મોજડી ચોરતી વખતે એવું બન્યું કે તેનો વીડિયો ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. આ વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે વરરાજાનો ભાઈ મોજડી ચોરવા માટે દુલ્હનની બહેન સાથે લડતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલો વીડિયો પણ ઘણો ફની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા મંડપમાં ઉભા છે. આ દરમિયાન પંડિતજી વરરાજાને તેની મોજડી ઉતારવા કહે છે, જેથી મંગળફેરા ફરી શકાય. પંડિતજીના કહેવાથી વર પોતાની મોજડી ઉતારે છે. કન્યાની બહેનો પહેલેથી જ રાહ જોતી હોય છે કે વરરાજા ક્યારે મોજડી ઉતારે અને ક્યારે તેને છીનવીથી રફુચક્કર થઇ જાય.

વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો જ વરરાજા પોતાની મોજડી ઉતારે છે કે કન્યાની પાછળથી કન્યાની બહેન આવે છે અને બંને મોજડીઓ પોતાના હાથમાં પકડીને ભાગવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ વરરાજાના ભાઈની નજર તેના ઉપર પડે છે અને ત્યારે જ તે ફટાકથી પોતાના હાથમાં મોજડીઓ પકડી લે છે. આ દરમિયાન બંને વચ્ચે ખેંચતાણ પણ થાય છે. અને કન્યાની બહેન મોજડીઓ લઈને ભાગી જાય છે. આ જોઈને વર કન્યા પણ ખુબ જ હસવા લાગે છે.

Niraj Patel