લગ્નની અંદર સ્ટેજ ઉપર ઉભેલી દુલ્હને ગાયું એવું ગીત કે મહેમાનો સાથે વરરાજાનું મોઢું પણ રહી ગયું ખુલ્લું, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ સામે આવતા હોય છે, જેમાં લગ્નની અંદર બનતી અવનવી ઘટનાઓ જોવા મળતી હોય છે, ક્યારેક વર કન્યાનો મસ્તી મજાક ભરેલો અંદાજ તો ક્યાંક જીજા સાળીની નટખટ હરકત. તો ક્યારેક દિયર ભાભીને ચીડવતા પણ જોવા મળે છે. પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક કન્યા એવું ગીત ગાય છે કે મહેમાનો સાથે વરરાજાનું મોઢું પણ ખુલ્લું રહી જાય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં દુલ્હન તેના વેડિંગ ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.પણ જેવી દુલ્હન હાથમાં માઈક લઈને ગાવાનું શરૂ કરે છે કે તરત જ બધા હસવા લાગે છે. વર પણ ગીત સાંભળીને જોર જોરથી હસવા લાગે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો.

દુલ્હનના ગીતની પસંદગી પર બધા હસી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દુલ્હન એ બાળકોના ફેવરિટ કાર્ટૂન ડોરેમોનનું ટાઈટલ સોંગ ગાયું હતું. આ વિડિયોમાં જોવા મળેલી દુલ્હને ન માત્ર દરેકના ચહેરા પર મોટું સ્મિત લાવી પરંતુ ઘણા લોકોના દિલ પણ જીતી લીધા. આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by singing talent (@singingtalent__)

માત્ર 30 સેકન્ડનો આ વીડિયો લોકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને 2.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.આ ઉપરાંત લાખો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે, સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel