મેકઅપ કરાવવા દરમિયાન દુલ્હને કહ્યું કંઈક એવું કે સાંભળીને યુઝર્સ પણ હસી હસીને બઠ્ઠા વળી ગયા, જુઓ વીડિયો

લગ્નની સીઝન ચાલી રહી છે અને ઠેર ઠેર ઘણા બધા લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. રોજના ઢગલાબંધ વીડિયો સોશિયલ મીડિયામાં લગ્નને લઈને જ પોસ્ટ થતા હોય છે, પરંતુ ઘણા વીડિયો એવા હોય છે જે ગણતરીના સમયમાં જ વાયરલ થઈ જતા હોય છે. (તમામ તસવીરો: વીડિયો પરથી)

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દુલ્હન મેકઅપ કરાવવા દરમિયાન એવી વાત કહેતી જોવા મળે છે કે તે સાંભળીને જ યુઝર્સ હસવા લાગી જાય છે. થોડી જ ક્ષણોમાં આ વીડિયોએ ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી દીધી છે, અને યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં લાગી ગયા છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક કન્યા મેકઅપ કરાવવા માટે બેઠી છે, અને તે મેકઅપ આર્ટિસ્ટને આટલો મેકઅપ ના કરવા વિશે જણાવી રહી છે. તે કહે છે કે “આટલા મેકઅપ બાદ ક્યાંક એવું ના થાય કે હું મોઢું ધોઈ નાખું અને પછી વરરાજા મને ઓળખવાની જ ના પાડી દે.”

 

View this post on Instagram

 

A post shared by I._ᑎ∂à ❤ (@i.m_narmoda)

દુલ્હન આગળ એમ પણ કહી રહી છે કે “તે મને ના ઓળખે અને કહી દે કે આ તો કોઈ બીજી છે અને હું તો કોઈ બીજીને લઈને આવ્યો હતો.” સોશિયલ મીડિયામાં આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે અને ઘણા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે !

Niraj Patel