દુલ્હાનો રાઝ ખબર પડતા જ ભડકી ગઇ દુલ્હન, મંડપ પર પહોંચી કહ્યુ- મરી જઇશ પણ આના સાથે લગ્ન નહિ કરુ

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં સોમવારે એક જાનને દુલ્હન વગર જ પાછુ જવું પડ્યુ. રવિવારે લગ્નની રસ્મો ધૂમધામથી નિભાવવામાં આવી. જયમાલાની રસ્મમાં દુલ્હા-દુલ્હને એકબીજાને વરમાળા પહેરાવી પરંતુ સવાર થતા જ જયારે ફેરા માટે દુલ્હન મંડપ પર પહોંચી તો ભડકી ગઇ.

તેણે લગ્ન કરવા માટે ના કહી દીધી. તેણે કહ્યુ આની સાથે લગ્ન નહિ કરુ. જે બાદ જાનૈયાઓમાં હડકંપ મચી ગયો. ઔરૈયા સદર કોતવાલી ક્ષેત્રના ગ્રામ જનેતપુરમાં રવિવારે હમીરપુરથી જાન આવી હતી. જેમાં રાત્રિમાં જાનના સ્વાગત બાદ હિંદુ રીતિ રિવાજ મુજબ જયમાલાની રસ્મ થઇ.

સવારે ફેરા સમયે દુલ્હન પહોંચી તો દુલ્હાના ગૂંગા હોવાની હકિકત છોકરીના મામાએ તેને જણાવી. દુલ્હાનો ગૂંગા હોવાનોો રાઝ જેવો છોકરીને ખબર પડી તો તેણે લગ્ન કરવાની ના કહી દીધી. છોકરીના પિતાએ ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ના માની. તે પોતાની જિદ પર અડગ રહી. કહ્યુ મરી જઇશ પરંતુ આના સાથે લગ્ન કરીશ નહિ.

આ વાત પર જાનૈયાઓ ભડકી ઉઠ્યા. મામલો વધતો જોઇ ગ્રામીણોએ પોલિસેને સૂચના આપી. પોલિસને સૂચના મળતા જ તે સ્થળ પર પહોંચી. પોલિસે બંને પક્ષોની પૂછપરછ કરી. દુલ્હનના સાસરે જવાના ઇનકાર પર દુલ્હન વગર જ જાન પાછી જતી રહી.

Shah Jina