ફેરા પછી દુલ્હન પહોંચી માતાને અંતિમ વિદાય આપવા, રડી રડીને હાલત થઇ ખરાબ, એક જ પરિવારના 3 દીપ ઓલવાયા

સાત ફેરા બાદ નવી નવેલી દુલ્હને આપી માતાને અંતિમ વિદાય, પિતા રડતા રડતા આપતા રહ્યા હિંમત

ઝારખંડના ઘનબાદમાં દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં બદલાઇ ગઇ. આશીર્વાદ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના 15 લોકોના મોત થઇ ગયા. આ અગ્નિકાંડમાં દુલ્હન સ્વાતિએ તેની માતા સહિત તેની દાદી, કાકી અને માસીના છોકરાને પણ ખોઇ દીધો. આ ભારે વિપત્તિ બાદ પણ દુલ્હનના પિતાએ કોઇ રીતે દીકરીના લગ્નની રસ્મ પૂરી કરી પણ તે બાદ હોસ્પિટલમાં તેમના સબ્રનું બાંધ તૂટી ગયુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, માતા અને દાદીના અંતિમ દર્શન માટે હોસ્પિટલની મોર્ચરી પહોંચેલી દુલ્હન સ્વાતિને હિંમત આપતા પિતાએ કહ્યુ કે, બેટા તારે હિંમત રાખવી પડશે. તારા પર જ બધુ ટકેલુ છે. તુ હારી ગઇ તો અમે બધા પણ તૂટી જઇશું. આ કહેતા સ્વાતિના પિતા હોસ્પિટલમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. ઘરવાળાએ લગ્ન દરમિયાન સ્વાતિથી તેની માતાનું મોત થયાની વાત છુપાવી રાખી હતી કારણ કે લગ્ન સંપન્ન થઇ જાય.

જો કે, લગ્નની રસ્મ દરમિયાન વારંવાર તે તેની માતાને શોધી રહી હતી. સ્વાતિ લોકોને પૂછી રહી હતી કે માતા ક્યાં છે અને કેમ નજર આવી રહી નથી. આના પર સંબંધીઓએ કહ્યુ કે, અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને બધુ ઠીક છે. સ્વાતિને તેની માતાથી ઘણો લગાવ હતો અને આના કારણે પરિજન તેને જણાવી રહ્યા નહોતા કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહી. લગ્નની રસ્મ પૂરી થયા બાદ તેને જાણકારી આપવામાં આવી,

તો તેણે હોસ્પિટલ જવાની જિદ કરી અને પરિવારજનોએ તેને સમજાવ્યુ કે આ સંભવ નથી અને આ અશુભ થશે. તે બાદ નવી નવેલી દુલ્હનની હાલત અને તેને જીદને જોતા સાસરાવાળા તેને લઇને પહેલા આશીર્વાદ એપાર્ટમેન્ટ અને પછી હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેને શવગૃહમાં જઇ માતાના અંતિમ દર્શન કર્યા. માતાની લાશ જોયા બાદ સ્વાતિની હાલત ખરાબ થઇ ગઇ અને તે બેહોંશ થઇ ગઇ. તે પોતાના પગ પર ચાલી પણ નહોતી શક્તી. પરિજનોએ તેને સહારો આપી હોસ્પિટલની બહાર નીકાળી અને સાસરાવાળા તેને લઇને ગિરિડીહ રહાના થઇ ગયા.

Shah Jina