લગ્ન પહેલા જ એવી જગ્યાએ પહોંચી ગઈ દુલ્હન, તો લોકોએ જોઈને કહ્યું, “આ પણ ખુબ જ જરૂરી છે ભાઈ !!

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જબરદસ્ત ચાલતો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે પહેલા ચરણનું મતદાન થયું અને બીજા ચરણનું મતદાન હવે 5 ડિસેમ્બરના રોજ થવાનું છે. ત્યારે 8 ડિસેમ્બરે નક્કી થઇ જશે કે ગુજરાતની ગાદી પર કોની સરકાર બેસવાની છે. આ દરમિયાન ગઈકાલે 1 ડિસેમ્બરના રોજ થયેલા ચૂંટણીના પહેલા ચરણના મતદાનની ઘણી ઘટનાઓ પણ સામે આવી.

ગુજરાતમાં થયેલા પહેલા ચરણના મતદાનમાં સરેરાશ 60% જેટલું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે અને ઘણા નવદંપતીઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે અને એવા સમયે જ ચૂંટણી આવતા જ કેટલાક નવ યુગલોએ પણ પોતાની ફરજ નિભાવી અને લોકશાહીના આ મહાપર્વમાં પહેલા મતદાન કર્યું અને પછી લગ્નના બંધનમાં જોડાવવા માટે મંડપમાં પહોંચ્યા હતા.

આવી જ એક દુલ્હન બોટાદમાં પણ જોવા મળી હતી. બોટાદમાં રહેતી કૃપાબાનું પ્રથમ મતદાન હતું અને તેના લગ્ન સમયે જ ચૂંટણી પણ હતી, જેના કારણે તેઓ હાથમાં મહેંદી સજાવીને મતદાન મથકે વૉટ આપવા માટે પહોંચ્યા હતા. પહેલીવાર મતદાન કર્યા બાદ કૃપાબાએ ખુશી પણ વ્યક્ત કરી હતી. સાથે જ અન્ય લોકો માટે એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. કૃપાબાએ જણાવ્યું હતું કે “મતદાનની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”

તો આવી એક અન્ય ઘટના અમરેલીમાં પણ જોવા મળી હતી. જ્યાં વરરાજા વેકરીયાએ પોતાની જાન જોડતા પહેલા સમગ્ર પરિવાર સાથે જઈને મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ઉપરાંત વ્યારા શહેરમાં પણ વરરાજાએ મતદાન કરવા માટે પોતાના લગ્ન સવારે કેન્સલ કરીને સાંજના સમયે ગોઠવ્યા હતા અને મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું.

Niraj Patel