ખબર

જે પંડિતે કરાવ્યા લગ્ન, એ જ પંડિત સાથે ભાગી ગઈ યુવતી, જાણો સમગ્ર ઘટના

આપણી ભાષામાં એક કહેવત છે કે પંડિત લગ્ન કરાવી આપે પણ ઘર ચલાવી ન આપે, પણ એક કિસ્સો તો એવો બન્યો છે કે જે સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગશે. એક યુવતીના જે પંડિતે લગ્ન કરાવ્યા હતા, એ જ પંડિત સાથે ભાગી ગઈ છે. હવે વિચારો કે આને ક્યાં પ્રકારની ઘટના કહી શકાય!

મધ્યપ્રદેશના સિરોન્જના ટોરી બાગરોદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને લીધે બધા જ હેરાન થઇ ગયા છે. અહીં એક દુલ્હન લગ્નના 15 દિવસ બાદ એ જ પંડિત સાથે ભાગી ગઈ, કે જે પંડિતે તેને લગ્ન મંડપમાં સાત ફેરા કરાવ્યા હતા.

Image Source

વાત એમ છે કે 21 વર્ષીય યુવતીના લગ્ન બસૌદાના આસઠ ગામના રહેવાસી એક યુવક સાથે 7 મેના રોજ થયા હતા. આ લગ્નની બધી જ વિધિઓ આસઠ ગામના જ રહેવાસી પંડિત વિનોદ મહારાજે કરાવી હતી.

લગ્ન બાદ યુવતી વિદાઈ લઈને પોતાના સાસરે તો ગઈ અને ત્યાં ત્રણ દિવસ રહયા બાદ ફરીથી પિયર આવી ગઈ. આ દરમ્યાન 23 મેની રાતે જયારે યુવતીના પરિવારના સભ્યો ગામના જ એક અન્ય લગ્નમાં ગયા હતા, ત્યારે આ યુવતી એ જ પંડિત વિનોદ મહારાજ સાથે ઘરેથી ભાગી ગઈ.

Image Source

માહિતી મુજબ, જે લગ્નમાં યુવતીના પરિજનો હાજરી આપવા ગયા હતા એ લગ્નની વિધિઓ અને ફેરા પણ એ જ પંડિતે કરાવવાના હતા, પણ લગ્નની વિધિઓ પહેલા જ વિનોદ મહારાજ ગાયબ થઇ ગયા હતા. જયારે પંડિત વિનોદની શોધ શરુ થઇ તો ખબર પડી એક યુવતી પણ ઘરેથી ગાયબ છે. એ પછી આ યુવતીના પરિજનોએ પોલીસમાં ફરિયાદ નોંધી છે અને પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે આ નવપરિણીત યુવતી અને વિનોદ મહારાજ વચ્ચે 2 વર્ષથી પ્રેમસંબંધો હતા. પંડિત વિનોદ પહેલાથી જ પરિણીત હતા અને તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો પણ છે. આ ઘટના પછી પંડિતનો પરિવાર પણ ગાયબ છે.

Image Source

પોલીસ અનુસાર, આ નવપરિણીત યુવતી લગભગ દોઢ લાખ રૂપિયાના ઘરેણા અને 30 હજાર રૂપિયા રોકડ રકમ પણ પોતાની સાથે જ લઇ ગઈ છે, જે તેને તેના સાસરાવાળાએ આપ્યા હતા. હાલ તો યુવતીના પિયર અને સાસરાવાળાએ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks