વાયરલ

લગ્ન મંડપમાં દુલ્હનનો ધાંસુ અંદાજ જોઈને લોકો પણ રહી ગયા હેરાન, વીડિયો જોઈને તમે પણ કહેશો કે “વટ છે બાકી !!”

આજકાલ લગ્નનો ટ્રેન્ડ ખુબ જ બદલાઈ ગયો છે, આજે લગ્નની અંદર એવી ખાસ ખાસ  વાતો બનતી હોય છે જેના વીડિયો પણ  સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નની અંદર ખાસ આયોજનો કરે છે જેના કારણે લગ્ન યાદગાર બની જાય. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

લગ્નની અંદર વર કન્યાનો ખાસ અંદાજ જોવા મળતો હોય છે, તો ઘણા વર કન્યાના મસ્તીભર્યા અંદાજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક દુલ્હનનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ દુલ્હનના આ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક કન્યા લગ્ન મંડપની અંદર પ્રવેશ કરે છે. તેની આસપાસ પણ પણ બે લોકો છે જે કદાચ તેના ભાઈ ભાભી હોઈ શકે છે. શાંત પગલે તે લગ્ન મંડપમાં રેડ કાર્પેટ ઉપર આવતી હોવા મળે છે. અને અચાનક કન્યા અને તેની સાથે રહેલા બંને વ્યક્તિઓ ડાન્સ કરવા લાગે છે.


કન્યાતો એવો ધાંસુ ડાન્સ કરે છે, કે લગ્ન મંડપમાં રહેલા લોકો પણ તેનો આ ડાન્સ જોઈને બૂમો પણ પાડવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકોને પણ આ કન્યાનો ધાસુ ડાન્સ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ કરી અને દુલ્હનના આ ડાન્સની પ્રસંશા પણ કરી રહ્યા છે.