3 ફૂટની કન્યાએ લગ્નના મંડપમાં તેના વામન વરરાજાને કર્યું એવા ખાસ અંદાજમાં પ્રપોઝ કે મહેમાનો પણ બુમાબુમ કરવા લાગ્યા, જુઓ વીડિયો

લાલ રંગના હાર્ટ વાળા ફુગ્ગાથી પોતાનો ચહેરો છુપાવીને વરરાજા સામે આવી 3 ફૂટની કન્યા, વરરાજાના હાવભાવે દિલ જીતી લીધા… જુઓ મજેદાર વીડિયો

હાલ તો કમહુર્તના કારણે લગ્નનો માહોલ થોડો શાંત થયેલો જોવા મળ્યો, પરંતુ થોડા દિવસ પહેલા જ દેશભરમાં લગ્નની સીઝન પુરબહારમાં ખીલેલી જોવા મળી હતી. જેમાં ઘણા કપલ એક બીજા સાથે ભવ ભવન બંધનમાં પણ બંધાયા હતા. આ દરમિયાન ઇન્ટરનેટ પર પણ લગ્નને લઈને કેટલીક ખબરો અને વીડિયો પણ વાયરલ થયા હતા.

ત્યારે હાલ એક 3 ફૂટની દુલ્હન લગ્ન મંડપમાં તેના વરરાજાને પ્રપોઝ કરતી હોય તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.  ગુલાબી લહેંગામાં સજ્જ, દુલ્હન “સૈયાં દિલ મેં આના રે” રીમિક્સ ગીત પર પ્રવેશી. દુલ્હનએ ખૂબ જ સુંદર લહેંગા પહેર્યો હતો અને પ્રવેશ સમયે તે તેના ચહેરાની સામે ઘણા બધા ફુગ્ગાઓ લઈને જતી હતી.

દુલ્હન ઊંચાઈમાં ખૂબ જ ટૂંકી દેખાતી હતી, પરંતુ તેણે કોઈ પણ સંકોચ વિના બધાની સામે એન્ટ્રી લીધી. તેને જોઈને સામે હાજર મહેમાનો પણ દંગ રહી ગયા. દુલ્હન હૃદયના આકારના લાલ ફુગ્ગાના સમૂહથી પોતાનો ચહેરો છુપાવતી અને તેના વર તરફ જતી જોઈ શકાય છે. તેના વર પાસે પહોંચ્યા પછી તે હવામાં બલૂન છોડે છે અને તેની રાહ જોતા વરને પોતાનો સુંદર ચહેરો બતાવે છે.

વીડિયોના અંતે, વરરાજા તેની સુંદરતાના વખાણ કરતો અને તેની કન્યાને ગળે લગાવતો જોઈ શકાય છે. કપલના મિત્રો અને પરિવારના સભ્યો તેમના માટે ચીયર કરતા જોઈ શકાય છે. આ  વીડિયોને મીની ઈનફ્લુએન્સર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે જેને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વામન વર કન્યાની પ્રેમ ભરેલી પળોને પણ માણીને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Niraj Patel