આજકાલ લગ્નોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના લગ્ન એકદમ અલગ રીતે થાય. પરંતુ મોટાભાગના લગ્નોમાં આપણે જોયું છે કે વરરાજા ઘોડે સવાર થઈને આવતા હોય છે, પરંતુ હાલ એક લગ્ન ખુબ જ ચર્ચામાં છે. જેમાં વરરાજા પરંતુ કન્યા ઘોડા ઉપર સવાર થઈને લગ્ન મંડપમાં આવી પહોંચી હતી.
મધ્ય પ્રદેશના સતના શહેરમાં વલેચા પરિવારની એકમાત્ર દીકરી પોતાના લગ્ન માટે ઘોડા ઉપર સવાર થઈને નીકળી, જાન ખુબ જ ધામધૂમથી સતનાથી કોટા જવા માટે રવાના થઇ હતી. પરિવાર દ્વારા દીકરીની ઘોડા ઉપર ચઢવાની ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.
સાથે સમાજને એ સંદેશ પણ આપવામાં આવ્યો કે દીકરી કોઈ ઉપર ભાર નથી. દીકરા અને દીકરીમાં કોઈ અંતર નથી. જેટલો અધિકાર સમાજમાં દીકરાનો છે તેટલો જ અધિકાર દીકરીઓનો પણ છે.
તો દુલ્હન દીપા વલેચાનું કહેવું છે કે તેને ક્યારેય વિચાર્યું નહોતું કે તે ઘોડી ઉપર બેસસે. જયારે મેં જ્યું કે આ લોકોએ આટલું બધું પ્લાનિંગ કર્યું ત્યારે મને લાગ્યું કે મારો પરિવાર મારા વિશે આટલું બધું વિચારે છે.
તો આ બાબતે દીપાના પરિવારે કહ્યું કે સમાજમાં મોટાભાગે દીકરાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આજ કારણે અમે અમારી દીકરીનો વરઘોડો કાઢીને સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરીઓનું સન્માન કરો. કારણ કે દીકરી છે તો કાલ છે.
દુલ્હનની માતા નેહાએ જણાવ્યું કે જેવી રીતે દીકરાઓના વરઘોડા નીકળે છે તેવી જ રીતે અમારું પણ સપનું હતું કે દીકરીનો પણ વરઘોડો નીકળે. 25 વર્ષ પછી અમારા પરિવારમાં કોઈ દીકરીના લગ્ન થઇ રહ્યા છે તો બધા ખુબ જ ખુશ છે. આજે પણ અમારા સમાજમાં કેટલાક એવા લોકો છે જે દીકરીને ભાર સમજે છે. દીપાના લગ્ન તેમના માટે એક સંદેશ છે.