ઇન્ટરનેટ ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં લગ્નમાં થતી અવનવી ઘટનાઓ ઉપરાંત લગ્નમાં હાજર વર કન્યા પણ વાયરલ થતા હોય છે, ઘણીવાર વાયરલ થતી કેટલીક જોડીઓને જોઈને મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આ કપલનો મેળ કેવી રીતે થયો હશે ? ત્યારે હાલ એવા જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા સ્ટેજ પર દુલ્હનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પછી કન્યા તેની ઘણી બહેનો અને મિત્રો સાથે સ્ટેજ તરફ આવે છે. કન્યા સ્ટેજ પર પહોંચતાની સાથે જ તે વર તરફ જોતી નથી, જ્યારે વર કન્યાનો હાથ પકડવા આગળ વધે છે.
જોકે, કન્યાએ વધારે રસ દાખવ્યો ન હતો. વરરાજાના હાવભાવને જોઈને લોકો વિવિધ પ્રકારના જોક્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું છે કે આ સરકારી નોકરીની તાકાત છે. દુલ્હનને સ્ટેજ પર ચઢવું પડે છે, પરંતુ તેને પકડવા માટે પહેલા તેની સાથે રહેલા લોકો મદદ કરે છે અને પછી વર પોતાનો હાથ લાંબો કરતા કન્યા સ્ટેજ પર આવે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. ઘણા પ્લેટફોર્મ ઉપર પણ આ વીડિયો શેર થઇ રહ્યો છે. આ વીડિયોને શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘દુઃખદર્દ પીડા.’ આ અંગે ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને લોકો ટ્રોલ થતા હોય છે.