“આજે બધા માટે જમવાનું હું બનાવીશ..” અને પછી જમવામાં એવું કંઈક ભેળવી દીધું કે પરિવારના બધા જ સભ્યો ધ્રુજી ઉઠ્યા, કાંડ કરી ગઈ સીધી દેખાતી વહુ

લગ્નના બે દિવસ પછી સંસ્કારી દેખાતી રુડી રૂપાળી વહુ બોલી..”હું બનાવીશ જમવાનું. જમીને બેભાન થઇ ગયા સાસરી વાળા અને પછી…” – આના પર તો ફિલ્મ બનાવવી જોઈએ એવું ગજબ થયું

ગુજરાત સમેત દેશભરમાં લૂંટેરી દુલ્હનના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં દલાલો દ્વારા લગ્નેચ્છુક મુરતિયાઓ શોધીને તેમને કોઈ એવી કન્યા સાથે પરણાવી દેવામાં આવે છે. જે લગ્નના થોડા સમય બાદ જ કાંડ કરીને ચાલી જતી હોય છે. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં લૂંટેરી દુલ્હન અને દલાલો દ્વારા કેટલાય લોકોને ફસાવવામાં આવ્યા હોય અને લાખો રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હોય.

ત્યારે હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે અશોકનજગર જિલ્લામાંથી. જ્યાં લગ્ન પછી આવેલી નવી વહુએ બે દિવસ સેવા કરીને આખા પરિવારના દિલ જીતી લીધા હતા. એ પરિવારના લોકોને ખબર ન હતી કે આ પુત્રવધૂ લૂંટેરી દુલ્હન છે જે બધું લૂંટીને ભાગી જશે. આ મામલો સામે આવ્યો છે સેમરાહત ગામમાંથી. જ્યાં લગ્નના બે દિવસ બાદ દુલ્હનએ આખા પરિવારને જમવાનું બનાવીને પીરસ્યું. આ પછી જ્યારે પરિવારના સભ્યો ઊંઘી ગયા હતા ત્યારે તે રાત્રે બે લાખ રૂપિયા રોકડા અને દાગીના લઈને ભાગી ગઈ.

બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ પણ દુલ્હનનો કોઇ પત્તો ન લાગતા હવે વરરાજાના સગાસંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન અંગે ફરિયાદ નોંધાવી છે. સેમરા હાટ ગામનો રહેવાસી અનિલ ભાર્ગવ 39 વર્ષનો હોવા છતાં અપરિણીત હતો. આવી સ્થિતિમાં પુત્રવધૂને શોધી રહેલા અનિલને ગુનામાં રહેતો કમલેશ કોરી નામનો વ્યક્તિ મળ્યો, જેણે અનિલને કહ્યું કે ઓરિસ્સાની એક અપરિણીત યુવતી અશોકનગરમાં આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

કમલેશ સાથે વાત કર્યા બાદ અનિલ અશોકનગર આવ્યો હતો જ્યાં તેણે પહેલી જ મુલાકાતમાં જ યુવતી સાથે લગ્ન કરવા સંમતિ આપી હતી. યુવતીની સાથે અન્ય લોકો પણ હતા, જેને તે પોતાનો પરિવાર જણાવી રહી હતી. આ દરમિયાન યુવતીએ તેને કહ્યું કે તે અનાથ છે, આ સાંભળીને અનિલે તે જ દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું અને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. 16મી એપ્રિલના રોજ લગ્ન થયા બાદ અનિલ તેની નવી વહુને લઈને ગામમાં આવ્યો હતો અને બે દિવસ સુધી ઘરમાં કામ કરીને દુલ્હને સૌના દિલ જીતી લીધા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

પરંતુ 18 એપ્રિલની સાંજે નવી વહુએ ભોજન બનાવ્યું અને આખા પરિવારને ભોજન પીરસ્યું. આ પછી, જ્યારે અનિલની માતા સવારે નવ વાગ્યે જાગી ત્યારે તેમને નવી કન્યા ક્યાંય દેખાઈ ન હતી. આ પછી અનિલ જાગી ગયો. પછી નવી વહુની શોધ કરી. જ્યારે બે દિવસ સુધી દુલ્હનનો સુરાગ ન મળ્યો તો શુક્રવારે સાંજે પરિવારજનોએ કાચનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપી. હવે પોલીસે અરજી મળ્યા બાદ દુલ્હનની શોધ શરૂ કરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

અનિલે જણાવ્યું કે રાત્રિભોજન કર્યા પછી બધા સૂઈ ગયા. બે દિવસની સેવા પછી, તે બધા સાથે ભળી ગઈ હતી. પરંતુ રાત્રે તેણે ભોજનમાં એવું નશીલા પદાર્થ ભેળવી દીધું કે બધા ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. સવારે તેણે સામાન વગેરે જોયું તો ઘરમાં રાખેલા બે લાખ રૂપિયાની રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. જેના બાદ તેને પોલીસ ફરિયાદ કરી.

Niraj Patel