મિત્રો સાથે મોડી રાત સુધી નાચતો રહ્યો દુલ્હો, રાહ જોઇ રહેલી દુલ્હને કંટાળીને લીધું ખતરનાક પગલું

દેશમાંથી ઘણીવાર લગ્નની એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જે સાંભળી આપણે આશ્ચર્યમાં મૂકાઇ જઇએ. ઘણીવાર લગ્નમાં લાઇટ જવાને કારણે દુલ્હનની બદલી થઇ જતી હોય છે, તો ઘણીવાર દહેજને કારણે કન્યાને મૂકીને જ જાન પરત જતી હોય છે, પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં લગ્ન કરવા ગયેલ દુલ્હાને દુલ્હન વિના જ પરત ફરવું પડ્યુ હતુ. એટલું જ નહિ દુલ્હને બીજા કોઇ સાથે લગ્ન કરી લીધા હતા અને તે રાત્રે વિદાયની રસ્મ પણ થઇ ગઇ હતી. સોમવારના રોજ દુલ્હો અને તેના સંબંધીઓ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા.

છોકરીવાળાનું કહેવુ છે કે, સાત ફેરા માટેની રસ્મમાં જ જયારે લાપરવાહી થઇ રહી છે તો પછી આગળ સંબંધ કેવી રીતે નિભાવી શકશે. હાલ તો પોલિસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યુ. જે બાદ બંને પક્ષોએ પારિવારિક કારણોનો હવાલો આપી લેખિતમાં લગ્ન કેન્સલ થયા હોવાનું પોલિસને લખીને આપ્યુ છે. દુલ્હાને તેના મિત્રો સાથે ડીજે પર હુડદંગ મચાવવું મોંઘુ પડી ગયુ. જાનમાં આવેલ દુલ્હા અને તેના મિત્રોના હુડદંગને જોઇને દુલ્હનને ગુસ્સો આવી ગયો અને ગુસ્સે થયેલી દુલ્હને જાનને પાછી વાળી.

હુડદંગથી પરેશાન કન્યાના પરિવારના સભ્યો અને ગ્રામજનોએ તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દીધા. વરરાજાના પક્ષે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો ચુરુ જિલ્લાના રાજગઢ તહસીલના ચેલાના ગામનો છે. 15 મેના રોજ હરિયાણાના સિવાની વોર્ડ નંબર 10માં રહેતા અનિલ તેની કન્યા મંજુને જાન લઇને લેવા રાજગઢના ચેલાના બાસ પહોંચ્યો હતો. જાન દુલ્હનના ઘરે પહોંચતાની સાથે જ 150થી વધુ જાનૈયાઓ ગીતો અને ડીજેના તાલે નાચવા લાગ્યા હતા.

રાત્રે 9 વાગ્યાની આસપાસ જાન દુલ્હનના ઘરે જવા નીકળી હતી. દારૂના નશામાં ધૂત લોકો ડીજેની ધૂનમાં એટલા મશગૂલ હતા કે રાત્રે 1 વાગ્યા સુધી તેઓ નાચતા રહ્યા હતા. વરરાજા અને તેના મિત્રોએ ડીજે પર એવો હંગામો મચાવ્યો કે કન્યા પક્ષના લોકો પરેશાન થઈ ગયા. રાત્રે 2 વાગ્યા સુધી જાન ઘરે પહોંચી ન હતી અને લગ્નની વિધિ પણ થઈ શકી ન હતી. જેના કારણે દુલ્હન પક્ષના લોકો ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે દુલ્હનના પક્ષે જાનૈયાઓને હોબાળો બંધ કરવા કહ્યું ત્યારે તેઓએ લડાઇ કરી દીધી.

1:15 નો ફેરાનો સમય હતો, જે નીકળી ગયો હતો. આ પછી કન્યા અને તેના પરિવારે બીજા છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એ જ મંડપમાં રાત્રે કન્યાના સંબંધીઓએ કન્યાના લગ્ન બીજા છોકરા સાથે કરાવ્યા. અહીં જ્યારે નશાની હાલતમાં જાન યુવતીના ઘરે પહોંચી તો યુવતીના પિતાએ વરરાજાની જાન પરત વાળી. બાદમાં વરરાજા અને તેના સંબંધીઓ રાજગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા. યુવતીના લોકોનું કહેવું છે કે જ્યારે સાત ફેરાની વિધિમાં આટલી બેદરકારી હોય તો ભવિષ્યમાં આ લોકો કયો સંબંધ નિભાવી શકશે ?

Shah Jina