ભાવનગરમાં માંડવેથી ડોલી ઉઠે એ પહેલા જ કન્યાની ઉઠી અર્થી, ચોરીના ફેરા ફરે એ પહેલા જ આવ્યો હાર્ટ એટેકે, પરિવારે લીધો એવો નિર્ણય કે આંખોમાં આંસુઓ આવી જશે..

ભાવનગરમાં લગ્ન ગીતો ગવાતા હતા અને અચાનક દુલ્હનનું હાર્ટ એટેકથી મોત, માંડવેથી જાન પરત ન જાય માટે પરિવારે ઉઠાવ્યું મોટું પગલું, રડવું આવી જશે એવી સત્ય ઘટના આવી સામે

ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે ઘણીવાર લગ્ન દરમિયાન એવી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેને લઈને ખુશીઓનો માહોલ પણ શોકમાં બદલાઈ જતો હોય છે. લગ્નમાં જતા સમયે કોઈ સગા સંબંધીને અકસ્માત નડવાની ઘટનાઓ સામે આવે છે તો કોઈને હાર્ટ એટેક આવવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.

ત્યારે ભાવનગરમાં પણ એક એવી જ ઘટના સામે આવી. જેમાં હસી ખુશી લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહેલી કન્યાને અચાનક હાર્ટ એટેક આવતા જ તેનું નિધન થયું હતું. કન્યાના નિધન બાદ પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. તો બીજી તરફ જાન પણ માંડવે આવીને ઉભી હતી. ત્યારે પરિવાર દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવ્યો જેને લોકો પણ વખાણ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઇ રાઠોડની બે દીકરીઓના એક સાથે લગ્ન લેવાયા હતા. આખો પરિવાર આ લગ્નથી ખુબ જ ખુશ ખુશાલ હતો. દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે નક્કી થયા હતા. ત્યારે જાન પણ માંડવે આવવાની તૈયારી હતી અને ત્યારે જ હેતલને ચક્કર આવ્યા અને તે બેભાન થઈને ઢળી પડી.

તેને તાત્કાલિક 108 મારફતે સારવાર મારફતે ખસેડવામાં આવી પરંતુ ત્યાં તબીબે જણાવ્યું કે તેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ત્યારે લગ્નના દિવસે જ દીકરીનું નિધન થતા પરિવાર પણ શોકમાં ડૂબી ગયો હતો. પરંતુ બીજી તરફ જાન માંડવે આવીને ઉભી હતી. એવા સમયે રાઠોડ પરિવાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેતા હેતલના પાર્થિવ દેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને તેમની નાની દીકરીના લગ્ન વિશાલ સાથે કરવામાં આવ્યા.

જીણાભાઈ રાઠોડના ઘરે દીકરીના લગ્નનો માહોલ હોવાને કારણે લગ્ન ગીતો ગવાઇ રહ્યા હતા અને મહેમાનોના સ્વાગત સાથે ઘરનું વાતાવરણ પમ ગુંજી રહ્યું હતું પણ દીકરીના અચાનક મોતના સમાચારથી ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો. જો કે, આવા કપરા સમયમાં પણ એક પિતાએ ખૂબ જ સરસ નિર્ણય લીધો. મૃતકની નાની બહેન કે વરરાજાની સાળી થવાની હતી,

તેને વરરાજા સાથે પરણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને પરિવારે તેમની બીજી દીકરી પરણાવી. આ દરમિયાનમાં મૃતક દીકરીના દેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયો હતો. ભાવનગરના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાને આ અંગે જણાવ્યું કે જે ઘટના બની તે ઘણી દુખદ છે પણ જાન આવી ગઈ હતી અને તેને કારણે નાની દીકરીને વરરાજા સાથે પરણાવવામાં આવી કારણ કે જાન પાછી ના જાય.

(પ્રતીકાત્મક તસવીર)

લગ્ન બાદ દીકરીની અંતિમયાત્રા નીકળી અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારે સ્મશાને જે લોકો પહોંચ્યા હતા તેમને પણ વિશ્વાસ નહોતો આવતો કે જે દીકરીના લગ્ન થવાના હતા, જાન આવી ગઇ હતી તેના જ હવે અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. જો કે,આ ઘટનાના બીજા દિવસે ભાઈના લગ્નની જાન પણ જવાની હતી અને આવા માહોલ વચ્ચે પણ આ જ પરિવારના પુત્રની જાન જવાની હતી.

Niraj Patel