રીલ બનાવવા માટે માથે હેલ્મેટ પહેર્યા વગર સડસડાટ સ્કૂટર લઈને નીકળી પડી દુલ્હન, વીડિયો વાયરલ થતા જ પોલીસે કર્યું આ મોટું કામ, જુઓ વીડિયો

સ્કૂટર પર રીલ બનાવવી દુલ્હનને પડી ભારે, પોલીસે ફાડ્યો મેમો તો લોકો બોલ્યા, “પહેલીવાર લગ્ન વાળાએ પોલીસવાળાને ચાંદલો લખાવ્યો…” જુઓ વીડિયો

Bride Rides Scooty Viral Video : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો વીડિયો બનાવીને વાયરલ પણ કરતા હોય છે. ઘણીવાર વીડિયો વાયરલ કરવાના ચક્કરમાં અને પોતાના વ્યુવઝ અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં એવી હરકતો પણ કરી બેસતા હોય છે જેના કારણે પોલીસ પણ એક્શનમાં આવી જાય છે.

હાલ એક એવી જ ઘટના દિલ્હી પોલીસે પણ શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે. બન્યું એવું કે દુલ્હનના વેશમાં આવેલી એક છોકરી હેલ્મેટ વિના રોડ પર સ્કૂટી ચલાવતી વખતે રીલ બનાવી રહી હતી. જ્યારે રીલ વાયરલ થઈ, ત્યારે ટ્રાફિક પોલીસે તેને 6000 રૂપિયાનું ચલણ મોકલ્યું.

આ ટ્વીટ દ્વારા જનતાને એક સંદેશ આપવામાં આવ્યો હતો કે રોડ પર રીલ બનાવવી મૂર્ખતા છે. થોડી લાઈક માટે તમે તમારી સાથે બીજાનો પણ જીવ જોખમમાં મુકો છો. મહેરબાની કરીને રસ્તા પર આવી મૂર્ખતાઓ ન કરો. આ વિડિયો શનિવારે દિલ્હી પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે “રીલના ચક્કરમાં રસ્તા પર ‘વારી વારી જાઉં…” કરવું એ તમારી સુરક્ષા માટે ખરેખર ચિંતાનો વિષય છે.

 

View this post on Instagram

 

A post shared by DelhiPolice (@delhi.police_official)

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે યુવતી બ્રાઈડલ આઉટફિટમાં છે.  તેણે લહેંગા અને ચુન્રી વગેરેની સાથે બંગડીઓ પહેરી છે. પરંતુ હેલ્મેટ પહેર્યું ન હતું. તે ખુશીથી તેની સ્કૂટી ચલાવતી જોવા મળે છે. આ હજારો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક કરી ચુક્યા છે. લોકોએ પણ દિલ્હી પોલીસના ખૂબ વખાણ કર્યા. કેટલાકે લખ્યું- દિલ્હી પોલીસે શાનદાર કામ કર્યું.

Niraj Patel