ખબર

લૂંટેરી દુલ્હન: પહેલા પતિ પાસેથી લુંટ્યા 1 કરોડ, બીજા પાસેથી 45 લાખ અને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ અમેરિકા

લૂંટેરી દુલ્હનના સમાચાર તો અવાર નવાર આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ હાલમાં જે ખબર ઝારખંડમાંથી આવી છે તે ખરેખર હેરાન કરી દેનારી છે. અહીંયા ઈટખોરીની રહેવાસી પ્રિયંકા ઉપર શાદી ડોટ કોમ દ્વારા એક નહિ પરંતુ ત્રણ યુવકો સાથે છેતરપિંડી કરવાનો અને વિદેશ ભાગી જવાનો આરોપ છે. પ્રિયંકા એટલી ચતુર હતી કે તેને અલગ અલગ રાજ્યોના યુવકોને પોતાનો શિકાર બનાવ્યા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી.

Image Source

પ્રિયંકાએ શાદી ડોટ કોમ દ્વારા સૌથી પહેલા ગિરિડીહના નિલય કુમાર નામના યુવકના સંપર્કમાં આવી અને તેની સાથે રાંચીની અંદર લગ્ન કર્યા. બે વર્ષ પછી નિલય અને પ્રિયંકા વચ્ચે અણબનાવ થવા લાગ્યા. આ બધા વચ્ચે પ્રિયંકાએ નિલય પાસે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી અને ગાયબ થઇ ગઈ.

Image Source

થોડા દિવસ બાદ પ્રિયંકાએ પોતાને અવિવાહિત જણાવતા શાદી ડોટ કોમ ઉપર ગુજરાત રાજકોટના એક યુવક અમિત મોદીને ફસાવ્યો અને તેની સાથે લગ્ન કરીને રહેવા લાગી.  પરિવારની આર્થિક તંગીનું બહાનું બતાવીને તેને અમિત પાસેથી લગભગ 40થી 45 લાખ પડાવી લીધા.

Image Source

અમિત સાથે થોડા મહિને રહીને પ્રિયંકાએ અમિતને જણાવ્યું કે તેની બહેનનું ઘર દિલ્હીમાં શિફ્ટ કરવાનું છે જેના કારણે તેને દિલ્હી જવું પડે એમ છે. ત્યારબાદ તે દિલ્હીનું નામ લઈને ઘરેથી ચાલી ગઈ અને પાછી ફરી જ નહીં.

Image Source

અમિતને પછીથી ખબર પડી કે પ્રિયંકાએ 29 ડિસેમ્બર 2018ના રોજ પુણેના સુમિત દશરથ પવાર નામના એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે અને તેની સાથે તે કેલિફોર્નિયા ચાલી ગઈ છે.

Image Source

આ આખી ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જયારે સુમિતની માતાએ પ્રિયંકાના ફોનની અંદર અમિતનો કોલ જોયો. સુમિતની માએ અમિત અને પ્રિયંકાનો સાથે ફોટો પણ જોયો.

Image Source

જયારે સુમિતની માએ અમિતને ફોન કરીને પ્રિયંકા વિષે જણકારી મેળવી ત્યારે આખી હકીકત સામે આવી. ત્યારબાદ તેમને પુણે પોલીસને ફરિયાદ કરી અને તપાસ શરૂ થઇ. ત્યારબાદ યુવતીના તાર રાજકોટ અને ચતરા જિલ્લાથી જોડાયેલા મળ્યા. ઈટખોરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સચિન દાસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલામાં ચતરા પોલીસે તપાસ કરવાનું કહ્યું હતું. સાથે જ પાસપોર્ટ ઓફિસમાં ખોટી જાણકારી આપવા માટે પ્રિયંકા ઉપર લાગેલા આરોપોની તપાસ થઇ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.