વાયરલ

લાલ ચટ્ટક સાડી, વિગ અને ચૂડો પહેરી ગર્લફ્રેન્ડના લગ્નમાં પહોંચી ગયો આ માથાભારે આશિક? પરંતુ પછી થઇ એવી હાલત કે જુઓ વીડિયો

ક્યારેક પ્રેમમાં તમે એવા કામ કરી નાખો છો જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. પ્રેમ આંધળો હોય છે, આ કહેવત તો તમે હજારો વાર સાંભળી હશે, પરંતુ આ કહેવતને વાસ્તવિકતામાં ફેરવનારા લોકો આજે  તમને જોવા મળી જશે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં જોવા મળ્યો. વાયરલ વિડીયો પ્રમાણે એક પુરુષ સ્ત્રી બનવા માટે દુલ્હનનો ગેટઅપ લઈને તેની ગર્લફ્રેન્ડના ઘરે પ્રવેશ કરે છે, જ્યાં તેના લગ્ન થઈ રહ્યા છે. યુવતીનો જૂનો પ્રેમી તેને મળવા તેના જ ઘરે સ્ત્રીનું રૂપ લઈને પહોંચી જાય છે. જોકે, યુવતીના પરિવારજનોને શંકા જતાં આ પ્લાન વ્યર્થ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે  દુલ્હન તેની ગર્લફ્રેન્ડ છે જોકે અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા.

યુવતીના પરિવારજનો અને સંબંધીઓએ તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો. આ ઘટનાનો વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં તે વ્યક્તિ લાલ સાડી, વિગ, બંગડીઓ, જ્વેલરી પહેરેલો જોઈ શકાય છે અને તેણે મેકઅપ પણ કર્યો છે. તે માણસ બિલકુલ દુલ્હન જેવો દેખાતો હતો. યુવતી લગ્નની તૈયારીમાં હતી અને તેનો પ્રેમી તેને મળવા તેના ઘરે પહોંચ્યો ત્યારે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી.

વીડિયોમાં તે વ્યક્તિ સાડી પહેરીને લોકોથી ઘેરાયેલો જોઈ શકાય છે, જે આઘાતની સાથે સાથે ગુસ્સામાં પણ જોવા મળે છે. કેટલાક તેને એક્સપોઝ કરવા માટે તેના ચહેરાને ઢાંકતો પડદો હટાવવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ તે વીડિયોમાં પોતાને ઢાંકતો જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

શરૂઆતમાં તે માણસને લાગ્યું કે તે આ ગેટઅપ સાથે છોકરીના રૂમમાં સરળતાથી પ્રવેશ કરશે, પરંતુ અફસોસ ! આવું ન થઈ શક્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારના સભ્યો પોલીસને આ ઘટના વિશે જાણ કરે તે પહેલા તે વ્યક્તિ તેના બે મિત્રો સાથે ભાગી ગયો હતો જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.