દુલ્હા-દુલ્હનનો રોમાન્સ જોઇ લોકોના તૂટ્યા દિલ, વીડિયો જોઇ યુઝર્સ બોલ્યા- હે પ્રભુ હવે તો અવતાર લો !

દુલ્હને I LOVE YOU બોલી દુલ્હાને કરી કિસ, લોકોએ વીડિયો જોઇ કહ્યુ- હે પ્રભુ હવે તો અવતાર લો !, જુઓ વીડિયો

એવુ લોકો કહે છે કે કોઈપણ વ્યક્તિના લગ્ન તેમના હાથમાં નથી, જ્યાં ભગવાને લખ્યુ હોય છે ત્યાં જ થાય છે. પરફેક્ટ કપલ હોય કે પછી બંને વચ્ચે ઉંમરનો તફાવત, દરેકને પોતાનો પાર્ટનર ખૂબ નસીબથી મળે છે. આવી જ એક જોડીએ હાલ લોકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ કેવી જોડી છે. ઘણીવાર તમે જોયું હશે કે વર અને કન્યાની ઉંમરમાં થોડો તફાવત હોય છે. આમાંના કેટલાકમાં બહુ ઓછો હોય છે, જ્યારે કેટલાકમાં ઘણો તફાવત છે.

જો કે જૂના જમાનામાં આવા વય તફાવતો ખૂબ જોવા મળતા હતા, જે હવે ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે એક દુલ્હન સ્માઇલ કરી રહી છે અને તેની બાજુમાં બેઠેલા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિને આઈ લવ યુ કહી રહી છે. લોકો કહી રહ્યા છે કે આ લોકો દુલ્હા-દુલ્હન છે પરંતુ હજી આ વાતની પુષ્ટિ થઈ નથી.

સુંદર કન્યા બાજુમાં બેઠેલા દુલ્હા જેવા લાગતા વ્યક્તિને ના માત્ર I LOVE YOU કહી રહી છે પરંતુ તે તેને કિસ પણ કરી રહી છે. આ વીડિયો જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર couple_official_page નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હે પ્રભુ હવે તો અવતાર લો !. ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, ‘હું શું જોઈ રહ્યો છું. ઘણા ખરાબ દિવસો આવી રહ્યા છે.

Shah Jina