આજે દરેક યુવતી એવું ઇચ્છતી હોય છે કે તે સાસરે ફૂલથી સજાવેલી ગાડીમાં વિદાઈ થાય. પરંતુ શું તમે કયારે પણ ગોબરનો લેપ લાગેલી ગાડીમાં દદુલ્હનને જતા જોઈ છે. જાણીને આષ્ચર્ય લાગ્યું ને પણ આ સાચું છે. કોઈ પોતાની દીકરીને ગોબરના લેપ લગાડેલી ગાડીમાં વિદાઈ કરે? આ સાચું જ છે. મહારાષ્ટ્રના મરાઠવાડામાં એક ડોકટરે ગોબરનો લેપથી સજાવેલી ગાડીમાં બેસાડીને તેની લાડલીને વિદાઈ કરી હતી.

મહારાષ્ટ્રના ડો.નવનાથ દુધાલ જે ડોક્ટર અને વૈજ્ઞાનિક છે. ડો.નવનાથે મુંબઈની ટાટા રિસર્ચ હોસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યું હતું. વર્ષ 2019માં મે મહિનામાં જયારે આખા દેશમાં ભીષણ ગરમી પડતી હતી ત્યારે ખુદને ઠંડુ મહેસુસ કરવા માટે તેની એસયુવી ગાડીનું એસી વારંવાર ફાસ્ટ કરવું પડતું હતું છતાં પણ ગરમી લાગતી હતી.

હોસ્પિટલમાંથી રીટાયર થયા બાદ ડો.નવનાથ દુધાલએ સમાજસેવી રાજીવ દીક્ષિતથી પ્રેરિત થીઅને ઉસ્માનાબાદમાં ગુરુકુલ ગૌશાળા શરૂ કરી હતી બાદમાં ગાયના ગોબર પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેને ખબર પડી હતી કે, ગાયના ગોબરથી બાહરથી તાપમાનને પણ ઓછું કરી શકાય છે, તેના કારણે તેને એસયુવી ગાડી પર ગોબરનો લેપ લગાડી દીધો હતો.

ડો.નવનાથએ તેના ફેંસલાને લઈને જણાવ્યું હતું કે, તેની ગાડીમાં લેપ માટે 30 કિલો ગોબરનો ઉપયોગ કર્યો હતો. ડો.નવનાથ દુધાલે દાવો કર્યો હતો કે, ગોબર લગાડ્યા બાદ ગરમીના દિવસોમાં ગાડીનું તાપમાન ઓછું કરવા માટે અસ્સીનો વધારો ઉપયોગ નથી કરવો પડતો. આ બાદ ડો.નવનાથએ દાવો કર્યો હતો કે, ગરમીના દિવસોમાં ગાડી જલ્દી ઠંડી થઇ જાય છે. અને ઠંડીના દિવસોમાં ઠંડી પણ ઓછી લાગે છે.

આટલું જ નહીં ડો.નવનાથએ જણાવ્યું હતું કે, ગાડીના ગોબર કર્યા બાદ 6 મહિના સુધી ધોવામાંથી છુટકારો મળે છે. જેનાથી પ્રતિદિન 20 લિટરના હિસાબથી ઘણો બચાવ થાય છે.

ગાડીના ગોબરનો લેપ લગાવ્યા બાદ ડો.નવનાથે તેના મોબાઈલ કવર પર પણ ગોબરનો લેપ લગાવ્યો છે. ત્યાં સુધી કે તેની ગાડીમાં ગોબરથી બનેલા ગણપતિ પણ રાખ્યું છે. ડો.નવનાથ દુધાલે દાવો કર્યો હતો કે, ગોબરના લેપથી મોબાઈલના રેડિએશનથી બચી શકાય છે. ગાડીમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.