વરરાજા જેવી જ શેરવાની પહેરીને આવેલા પાલતુ ડોગને કન્યાએ મંડપમાં પ્રવેશતા જ ગળે લગાવ્યો, વીડિયોએ જીતી લીધા દિલ, જુઓ

કન્યાને આવતા જોઈને જ શેરવાની પહેરેલો ડોગ ખુશીથી ઉછળીને કન્યાને વળગી પડ્યો, આ અનોખા પ્રેમના દીવાના બન્યા લોકો, જુઓ વીડિયો

Bride With Dog Video : સોશિયલ મીડિયા (social media) માં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે આપણા પણ દિલ જીતી લે. ખાસ કરીને લગ્નની અંદરથી સામે આવતા વીડિયો લોકો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. આ વીડિયોમાં કન્યા (bride) ના ક્યૂટ હાવભાવ પણ દિલ જીતી લેતા હોય છે.

હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કન્યા અને પાલતુ શ્વાનનો પ્રેમ જોવા મળી રહ્યો છે.  જો તમે લગ્નનું આયોજન કરી રહ્યાં હોવ અને ઘરમાં પાલતુ પ્રાણી હોય, તો તમે તમારા આ ફેમેલી મેમ્બરને આ સમારંભમાં સામેલ કરવા માટેના પણ ઘણા રસ્તા છે. હાલ વીડિયોમાં એક એવી જ ઘટના જોવા મળી રહી છે.

પાલતુ પ્રાણી પ્રેમી વિનિશા કોઠારીએ નક્કી કર્યું કે તે લગ્નના દિવસે તેના પાલતુને પોતાની સાથે રાખશે અને શ્રેષ્ઠ પોશાક પહેરાવશે. વિનિષા કોઠારીએ પુષ્ટિ કરી કે તેનો પાલતુ શ્વાન લગ્નનો ભાગ બનશે અને તે હાસ્યથી ભરેલા વાતાવરણમાં એકલો નહીં હોય. આ પ્રસંગને વધુ અનોખો બનાવવા માટે, વિનિષાએ વધારાનો માઈલ પસાર કર્યો અને તેના પ્રિય મિત્ર માટે એક ખાસ પોશાક ખરીદ્યો, જે વરરાજાની શેરવાની જેવો જ હતો.

 

View this post on Instagram

 

A post shared by Vinisha Kothari (@vinishak)

લગ્ન સમારોહનો વિડિયો હૃદયસ્પર્શી ક્ષણને કેપ્ચર કરે છે જ્યારે શ્વાન વરરાજાના પોશાક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી શેરવાની પહેરેલી કન્યાને મળ્યો. કન્યા ખુશીથી તેના પાલતુ શ્વાનને ગળે લગાવે છે. તે સ્પષ્ટ છે કે વિનિષા માટે, તેનો શ્વાન પરિવારનો એક આવશ્યક સભ્ય છે અને તેના જીવનનો અભિન્ન ભાગ છે. આટલું જ નહીં, વિનિષાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સાથેના ઘણા વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “મારા 2022ની સૌથી પ્રેમાળ ક્ષણ.” વીડિયોને એક લાખ 75 હજારથી વધુ લાઈક્સ મળી છે.

Niraj Patel