હેલીકૉપ્ટરમાં વિદાઈ: પોતાની થનારી પત્નીના સપના પુરા કરવા માટે યુવક પહોંચ્યો હેલીકૉપ્ટર લઈને, આવ્યો આટલો ખર્ચ

દરેક વ્યક્તિ પોતાની થાનરી પત્નીના સપનાને પુરા કરવા માટે કઈ ખાસ કરવા માંગતો હોય છે. ખાસ પોતાના લગ્નની અંદર. આવો જ એક મામલો રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં પોતાની થનારી પત્નીના સપના પુરા કરવા માટે એક યુવક હેલીકૉપ્ટર લઈને લગ્ન કરવા માટે પોતાના સાસરે પહોંચ્યો હતો.

લગ્ન કર્યા બહાર વર કન્યા બંને હેલીકૉપ્ટરમાં પરત ફર્યા. આ લગ્નને જોવા માટે વિસ્તારમાં ખુબ જ મોટી ભીડ પણ જામી ગઈ હતી.

આ મામલો છે નદબઇ પોલીસ સ્ટેશન વિસ્તારના કરીલી ગામનો. જ્યાં રહેવા વાળી કન્યા રમાના લગ્ન રાયપુરના રહેવા વાળા સિયારામ સાથે નક્કી થયા હતા. મંગળવારના રોજ બંનેના લગ્ન ખુબ જ ધામધૂમથી સંપન્ન થયા. તો તેમના લગ્ન ચર્ચાનો વિષય પણ બન્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે નવી નવેલી દુલ્હને પોતાના થનારા પતિ પાસે માંગણી કરી હતી કે લગ્ન બાદ તે પોતાના સાસરે હેલીકૉપ્ટરમાં ઉડીને જ જશે. પોતાની થનારી પત્નીનું આ સપનું પૂર્ણ કરવા માટે પતિ સિયારામ દ્વારા હેલીકૉપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી. લગ્ન થયા બાદ વર કન્યા હેલીકૉપ્ટરમાં સવાર થઈને પોતાના ગામમાં પહોંચ્યા.

જાણકારી પ્રમાણે સિયારામ પોસ્ટ ઓફિસ વિભાગમાં સરકારી કર્મચારી છે. જયારે પત્નીએ સાસરે જવા માટે હેલીકૉપ્ટરમાં જવાનું સપનું જોયું ત્યારે સિયારામે તેના આ સપનાને પૂર્ણ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે હેલીકૉપ્ટરની વ્યવસ્થા કરવામાં લગભગ 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો.

Niraj Patel