અજબગજબ ખબર

સાત જન્મનું વચન આપીને સાત કલાક પણ ટકી ન શકી દુલ્હન, વિદાય વેળાએ જ દુલ્હનનું થયું કમકમાટી ભર્યું મૃત્યુ, જાણો સમગ્ર ઘટના

દરેક યુવતીનું સપનું હોય છે કે તે પણ દુલ્હન બને અને લગ્ન કરીને પોતાના પતિના ઘરે જાય. દુલ્હન બનવા માટે યુવતી ખુબ પહેલાથી જ સપનાઓ સજાવતી રહે છે. જો કે લગ્ન પછી દુલ્હનની વિદાય થવી દુલ્હનની સાથે સાથે તેના પરિવાર માટે પણ ખુબ મુશ્કેલ ભરેલી ક્ષણ હોય છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

વિદાયના સમયે દુલ્હન પોતાના માં-બાપને છોડીને પતિના ઘરે જાય છે અને આ સમયે દુલ્હન ખુબ જ ભાવુક થઇ જાય છે અને રડવા લાગે છે. જો કે દરેક હિન્દૂ લગ્નમાં વિદાય વેળાએ દુલ્હનનું રડવું સામાન્ય વાત છે,પણ તાજેતરમાં જ એક એવી ઘટના બની કે વિદાય વેળાએ જ દુલ્હનની મૃત્યુ થઇ ગઈ હતી.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

ઓડિશાના સોનપુર જિલ્લાના જુલાંડા ગામમાં શુક્રવારે મુરલી સાહુની દીકરી રોજીના લગ્ન બલાંગીર જિલ્લાના ટેટલગાંવના રહેનારા બિસીકેસન સાથે થયા હતા. ખુબ સારી રીતે લગ્ન સંપન્ન થયા હતા, અને જશ્નના માહોલ વચ્ચે આ દુઃખદ ઘટના બની ગઈ હતી.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

લગ્નના ફેરા ફરતી વખતે બંનેએ એકબીજા સાથે સાત જન્મ સુધી રહેવાની પણ કસમ લીધી હતી, પણ દુલ્હન પતિ સાથે સાત કલાક પણ રહી ન શકી. વિદાય વેળાએ રોજી એટલી ધ્રુસકે ને ધ્રુસકે રડી કે તે બેહોશ થઈને જમીન પર પડી ગઈ અને તેને તરત જ હૃદયનો હુમલો આવી ગયો.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

જો કે હાજર લોકો દ્વારા તેને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. અચાનક રોજીના નિધનથી ગામના લોકો પણ દુઃખી થઇ ગયા હતા અને મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કરીને તેને પરિવારને સોંપી દેવામાં આવ્યું હતું.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

લગ્નમાં હાજર લોકોએ કહ્યું કે રોજી પહેલાથી જ ખુબ દુઃખી હતી કેમ કે અમુક મહિના પહેલા જ તેના પિતાનું નિધન થયુ હતું. ડોક્ટરોના આધારે હૃદયનો હુમલો ભાવનાત્મક રૂપે તણાવપૂર્ણ ઘટનાઓને લીધે થઇ શકે છે, જેમાં હૃદયના પમ્પ કરવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.