દુલ્હને વરમાળા પહેરાવી તો રડવા લાગ્યો વરરાજો, પછી જે થયું તે તમે ક્યારેય નહીં જોયું હોય

આજ કાલ ઈન્ટરનેટ પર લગ્નને લગતા વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમા દુલ્હા-દુલ્હન સાથે મસ્તી મજાક કરતા વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માગે છે તેથી આ શુભ દિવસે મસ્તી મજાક કરવામાં કોઈ કસર છોડવા માગતા નથી. તો બીજી તરફ કેટલાક વીડિયો એટલા ઈમોશનલ હોય છે કે તેને જોયા બાદ આપણી પણ આંખમાં આંસુ આવી જાય છે.

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લગ્ન દરમિયાન કન્યા રડતી હોય છે પરંતુ તમે ક્યારેય કોઈ વરરાજાને રડતા જોયો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમા કઈંક એવી ઘટના જોવા મળી છે જ્યારે મંડપમાં કન્યા વરરાજાને વરમાળા પહેરાવે છે ત્યારે વરરાજો ઈમોશનલ થઈ જાય છે અને રડવા લાગે છે. આવી ઘટના તમે ક્યારેય નહીં જોઈ હોય. આ દ્રશ્ય જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે.

સામે આવેલા આ વીડિયોમાં વર અને વધુ લગ્ન મંડપમાં ઉભા હોય છે અને લગ્નની વિધિ ચાલી રહી છે. ત્યારબાદ બન્ને સામ સામે ઉભા રહે છે અને જેવા પંડિતજી વરમાળા પહેરાવવાનો આદેશ આપે છે ત્યારે દુલ્હન વરરાજાના ગળામાં વરમાળા પહેરાવે છે. અહિંયા સુધી તો બધુ બરાબર ચાલી રહ્યું હતું પછી અચાનક એવુ થયું જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. વરમાળા પહેર્યા બાદ વરરાજા થોડીવાર દુલ્હન સામુ જોતો રહે છે અને પછી દુલ્હનને ભેટી પડે છે અને રડવા લાગે છે. વરરાજાનું રિએક્શન જોઈને લાગે છે કે તેને તેની આખી દુનિયા મળી ગઈ હોય.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

જો કે આ વીડિયો થોડો જૂનો છે પરંતુ આજકાલ ફરી તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હજારોની સંખ્યામાં લોકો કોમોન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેના પર અવનવી કોમેન્ટ પણ કરી છે.

YC