હજુ તો વરરાજા માંડવે જાન લઈને પહોંચ્યા ત્યાં કન્યા સાથે થઇ ગયું યુદ્ધ શરૂ, વીડિયો જોઈને પેટ પકડીને હસવા લાગશો

આ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજના સમયમાં નાનામાં નાની ઘટના પણ વાયરલ થતા વાર નથી લાગતી ત્યારે આજકાલ લગ્ન અને તેના રીતિ રિવાજોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. જે લોકોને જોવા પણ ખુબ જ પસંદ આવે છે, ઘણા વીડિયો ભાવુક કરી દે છે તો ઘણા પેટ પકડીને હસાવે પણ છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજા જાન લઈને માંડવે તો પહોંચે છે, પરંતુ ત્યાં કન્યા સાથે તેમનું યુદ્ધ થતું જોવા મળે છે. જો કે આ કોઈ ખરેખર યુદ્ધ નથી પરંતુ એક રિવાજનો ભાગ હોય તેમ લાગી રહ્યું છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજા ઘોડા ઉપર બેસી અને સાસરે પહોંચે છે. જ્યાં કન્યા રાહ જોઈને ઉભી હોય છે અને વરરાજાના આવવાની સાથે જ તેના ઉપર ચોખા નાખવા લાગે છે. કન્યાની ઊંચાઈ ઓછું હોવાના કારણે કન્યાને તેના પપ્પાએ ઊંચેકલી જોઈ શકાય છે. તો બીજી તરફ વરરાજા પણ સામે ચોખા ફેંકી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Adarsh+sejal ❤️ (@mr_mrs._jain)

હવે સોશિયલ મીડિયામાં આ અનોખા રિવાજોનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકો તેમાં કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે હજુ તો લગ્ન થયા નાથ એ પહેલા જ બંને વચ્ચે લડાઈ શરૂ થઇ ગઈ છે. આ વીડિયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટમાં પણ હસવાના ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.

Niraj Patel