આ તો લગ્ન છે કે પછી મજાક ? પંડિતે વર-કન્યાને ફેરા લેવા કહ્યું, તો ઉભા થઈને બંને ભાગવા લાગ્યા, જુઓ વીડિયો

હાલમાં લગ્નની સિઝન જોરશોરથી ચાલી રહી છે. દેશભરમાં દરરોજ હજારો લગ્નો થઈ રહ્યા છે અને તેમાં ભાગ લેવા લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. વરરાજા પણ જોરશોરથી પોતાની તૈયારીઓમાં લાગેલા છે. સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘણા હેરાન કરી દેનારા વીડિયો પણ સામે આવે છે તો કોઈમાં મજાક મસ્તી પણ થતી જોવા મળે છે.

હાલ એક એવો જ વીડિયો એવો જ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો હસવા ઉપરાંત ગુસ્સે પણ થઈ રહ્યા છે. આપણે જોયું છે કે લગ્નના દિવસે વરરાજા મંડપમાં સાત ફેરા લેતા હોય છે, ત્યારે આ વિધિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જો કોઈ આ વિધિની મજાક ઉડાવે છે તો લોકો ગુસ્સે પણ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પંડિતજીએ વર-કન્યાને ફેરા લેવા માટે ઊભા રહેવા કહ્યું. જ્યારે વરરાજા અને કન્યા લગ્નના મંડપમાં ફેરા માટે ઉભા થાય છે, ત્યારે તેઓ ગોળ ગોળ દોડવા લાગે છે. ફેરા દરમિયાન આપણે પણ વર-કન્યાને દોડતા ક્યારેય નહીં જોયા હોય ત્યારે આ વીડિયોને લઈને ઘણા લોકો રિવાજોનો મજાક ઉડાવવાનું પણ કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Banthan Banno (@banthanbanno)

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ ઘણા લોકોએ મજાક મસ્તી  કોમેન્ટ કરી તો ઘણા લોકોએ રિવાજોનો મજાક ઉડાવવાની પણ વાત કરી છે. કોઈ લખ્યું છે કે, “આ શું મજાક ચાલી રહ્યો છે.” તો કોઈ લખ્યું છે, “આપણા હિન્દૂ રીતિ રિવાજો સાથે શું કામ મજાક કરો છો ?” તો કોઈ હસવા જેવી કોમેન્ટ કરતા લખ્યું છે કે, “આને કહેવાય ભાગીને લગ્ન કરવા”

 

View this post on Instagram

 

A post shared by Mithuu💋💋 (@mithuuworldzz)

આજના સમયમાં ઘણા લગ્નની અંદર આ રીતે રિવાજો અને સંસ્કૃતિને આજની પેઢી અવગણીને ચાલતી હોય છે, ઘણા લગ્નની અંદર પણ જોવા મળે છે કે કેટલીક વિધિને લોકો આજે નાબૂદ પણ કરી રહ્યા છે. ત્યારે આવા લગ્નને લઈને ઘણા લોકોમાં રોષ પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Mithuu💋💋 (@mithuuworldzz)

સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા લગ્નનો વિરોધ પણ થતો હોય છે, હમણાં થોડા દિવસ અપહેલા જ એક ખબર આવી હતી કે એક આઈએએસ અધિકારીએ પોતાના લગ્નમાં કન્યાદાનના રિવાજ કરની ના પાડી હતી. તેમની આ પહેલને પણ ઘણા લોકોએ સ્વીકારી તો ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો.

Niraj Patel