પોતાના જ લગ્નની અંદર પાણીપુરી ખાવા માટે આ કપલે જે કર્યું તે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

ભારતમાં મોટાભાગના લોકોને પાણીપુરી ખાવી ખુબ જ પસંદ હોય છે અને તેમાં પણ મહિલાઓને અને છોકરીઓને તો પાણીપુરીનું નામ સામે આવતાની સાથે જ મોઢામાં પાણી આવી જતું હોય છે. મહિલાઓ ગમે ત્યાં જાય અને જો પાણીપુરીની લારી જુએ તો તે ખાધા વગર નથી રહી શકતી. વળી આજે તો લગ્નમાં પણ પાણીપુરી રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં એક કપલે પોતાના જ લગ્નમાં પાણીપુરી ખાવામાં માટે જે કર્યું તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાણીપુરીનો સ્ટોલ ખુલ્યો ત્યારે વર અને કન્યા સ્ટેજ પર બેઠા હતા. સ્ટોલ જોઈને કપલનું મન પાણીપુરી ખાવા માટે લલચાય છે. બંને સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને તે પછી જે થાય છે તે જોઈને તમે પણ ચોંકી જશો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર અને કન્યા નીચે ઊતરે છે અને પ્લેટમાંથી પાણીપુરી ઉઠાવે છે. આ કપલ જાણે કે ડ્રિન્ક પિતા પહેલા ચિયર્સ કરતા હોય તેમ પોત પોતાના હાથમાં પાણી પુરી લઈને ચિયર્સ પણ કરે છે અને પાણીપુરીના સ્વાદની મજા પણ માણે છે. કન્યા પોતાની નથને ઉંચી કરે છે અને ખૂબ જ ઉત્સાહથી પાણીપુરી ખાવાનું શરૂ કરે છે.

પાણીપુરી ખાવાની આ સ્પર્ધામાં વરરાજા કન્યા સામે હારી જાય છે કારણ કે કન્યા તેના કરતા વધુ પાણીપુરી ખાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ વર-કન્યાની જોડીને પસંદ કરી રહ્યા છે. આ સિવાય વીડિયોમાં વાગતું રોમેન્ટિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક લોકોના દિલ જીતી લે છે.

Niraj Patel