કપલે ફ્લાઇટમાં કર્યો કિંગના ‘માન મેરી જાન’ ગીત પર ક્યુટ ડાંસ, વીડિયો થઇ ગયો વાયરલ, લોકોએ કરી ગજબ કમેન્ટ

પ્લેનમાં અચાનક દુલ્હા-દુલ્હને કર્યુ એવું કામ કે…જોતા જ રહી ગયા બેસેલા યાત્રી, વીડિયો થયો વાયરલ

અંગ્રેજીમાં એક કહેવત તમે જરૂર સાંભળી હશે, લવ ઇઝ ઇન ધ એર…કંઇક આવું જ હકિકતમાં એક ભારતીય જોડીએ કરી બતાવ્યુ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, ભારતીય લગ્નો ઘણા ભવ્ય હોય છે. કપલ અને તેમનો પરિવાર ઘણા ધૂમધામથી લગ્નનું આયોજન કરે છે. દરેક વસ્તુ મોટી અને ભવ્ય કરવા માટે ઘણા ઇંતજામ પણ કરે છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલે પૂરા પરિવાર અને સંબંધીઓ માટે ચાર્ટર ફ્લાઇટ બુક કરી અને હવામાં જઇ પોતાના પાર્ટનરને અલગ અંદાજમાં પ્રપોઝ કર્યુ.

આ કપલે 36000 ફૂટ હવામાં એક ખાસ પળ કેપ્ચર કરવાનો નિર્ણય કર્યો, વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પ્લેનની અંદર દુલ્હા-દુલ્હન રોમેન્ટિક અંદાજમાં ડાંસ કરતા જોવા મળે છે. આ સમયે પ્લેન હવામાં ઉડી રહ્યુ હતુ અને સામે હાજર યાત્રી જે કપલનો પરિવાર અને મહેમાન હતા, તેઓ જોતા જ રહી ગયા. દુલ્હા-દુલ્હને ટ્રેડિશનલ ડ્રેસ પણ પહેર્યો હતો. તેઓ પોપ્યુલર સિંગર કિંગના ગીત માન મેરી જાનની ધુન પર રોમેન્ટિક ડાંસ કરી રહ્યા હતા.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ- આવી રીતે તમે હવામાં 36000 ફૂટ પર રોલ કરો છો. બંનેએ પ્લેનની ગેલેરીમાં ગીતના બીટ્સ પર ડાંસ કર્યો. વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હા-દુલ્હન પ્લેનમાં આવું કરી ઘણા ખુશ દેખાઇ રહ્યા છે, જ્યારે મહેમાનોના ચહેરાની મુસ્કાન ઓછી થવાનું નામ નથી લઇ રહી. કપલ પોતાના સ્પેશિયલ દિવસે દિલ ખોલી ડાંસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anchor JK (Jay Karmani) (@anchor_jk)

ધમાકેદાર મ્યુઝિક સાથે આસપાસના લોકો પણ કપલના ડાંસનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. આ ક્લિપે સોશિયલ મીડિયા યુઝર્સનું ઘણુ ધ્યાન ખેંચ્યુ છે. અત્યાર સુધી આ વીડિયોને 78 હજારથી પણ વધારે લાઇક મળી છે અને ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Shah Jina