લગ્નમાં હરખઘેલી થયેલી કન્યાએ જાન મોડી પડતા જ મહેમાનો સામે કહી એવી વાત કે સાંભળીને હેરાન રહી જશો… વરરાજાને ફ્લાઈંગ કિસ પણ આપી… જુઓ વીડિયો

પોતાના જ લગ્નને લઈને આ કન્યાને ચઢ્યું એવું હરખ કે ના બોલવાનું પણ બોલી દીધું.. વીડિયો જોઈને લોકોએ પણ કહ્યું…”બહુ તડપ છે આને…” જુઓ

ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. લગ્નને લઈને તમામ લોકો ઉત્સુક હોય છે. ખાસ કરીને વર-કન્યા. ત્યારે જાન જયારે લગ્ન સ્થળ પર પહોંચવામાં મોડું કરે ત્યારે ઘણીવાર કન્યા પણ અધીરી બનતી હોય છે.

હાલ એવી જ એક હરખઘેલી કન્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લગ્નનો દિવસ વર અને કન્યાના જીવનમાં સૌથી યાદગાર દિવસો પૈકીનો એક છે. તેઓ તેમના મોટા દિવસે માત્ર નર્વસ જ નથી પરંતુ ઉત્સાહિત પણ હોય છે. ઘણા લોકો મિશ્ર લાગણીઓમાંથી પસાર થાય છે કારણ કે તેઓ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાના છે.

ત્યારે આ દરમિયાન લગ્ન પહેલા દુલ્હન જાહેરમાં ફ્લાઈંગ કિસ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આટલું જ નહીં, વરઘોડો લગ્ન સ્થળ પર પહોંચતાની સાથે જ દુલ્હન બાલ્કનીમાં આવે છે અને તેનું હુલામણું નામ ‘ચિન્નુ-ચિન્નુ’ બોલવા લાગે છે. નીચેના ઘણા મહેમાનો તેને જોતા રહે છે. વેડિંગ ડ્રેસમાં દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સુંદર દુલ્હનના એક વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને તેની ક્યૂટનેસના કારણે ચોંકાવી દીધા છે. કન્યા ઉત્તેજનાથી બૂમ પાડે છે – “મારો વર ક્યાં છે”. તે ડાન્સ કરવાનું શરૂ કરે છે અને વરને ફ્લાઈંગ કિસ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર હવે લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel