દુલ્હનની એન્ટ્રી વખતે દુલ્હાએ કર્યું ઇગ્નોર તો દુલ્હને કર્યું કંઈક આવું, જુઓ વીડિયો

એન્ટ્રી પર દુલ્હાએ કર્યું ઇગ્નોર તો દુલ્હને ગુસ્સામાં કર્યું કંઈક આવું, લોકો બોલ્યા- લો આવી ગઈ પપ્પાની પરી… જુઓ વાયરલ વિડીયો

સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે એકથી એક જોરદાર વીડિયો સામે આવતા હોય છે. તેમાં ડાન્સથી લઈને લગ્ન સુધી અન્ય ઘણા અવસર પર બનવા વાળા વીડિયો સૌના દિલ જીતી લેતું હોય છે. તેવો જ એક વીડિયો દુલ્હા અને દુલ્હનને લઈને સામે આવ્યો છે. લગ્નનો દિવસ દરેક લોકો માટે ખાસ હોય છે અને ખાસ કરીને છોકરીઓ માટે સ્પેશ્યિલ દિવસને લઈને ઘણા બધા અરમાન હોય છે.

બોલિવૂડ ફિલ્મોમાં પણ દુલ્હનની એન્ટ્રીને ખુબ જ સુંદર રીતે દેખાડવામાં આવતી હોય છે તેમજ કેટલીક છોકરીઓ તો બોલિવૂડની ફિલ્મોથી ઇન્સ્પાયર થઈને તેવી જ રીતે લગ્ન કરવા માંગતી હોય છે. અત્યાર સુધી તમે સોશિયલ મીડિયા પર દુલ્હનની એન્ટ્રીના ઘણા બધા વીડિયો જોયા હશે જેમાં દુલ્હન નાચતી ગાતી સ્ટેજ પર એન્ટ્રી લેતી હોય છે. આવી રીતના વીડિયોને પસંદ પણ ખુબ કરવામાં આવતા હોય છે. એવો જ એક દુલ્હનની એન્ટ્રીનો વીડિયો સામે આવ્યો છે જોકે દુલ્હન તેના દુલ્હાથી થોડી ઉદાસ હોય તેવું લાગી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન એન્ટ્રી કરે છે પરંતુ જે દુલ્હો છે તે તેની થવા વાળી પત્ની પર ધ્યાન આપતો નથી કે પછી હોઈ શકે કે તેને ખબર ના પડી હોય કે દુલ્હનની એન્ટ્રી થઇ ગઈ છે. આ વાતથી દુલ્હન ઉદાસ થઇ જાય છે અને વચ્ચે જ ઉભી રહી જાય છે અને કહે છે દુલ્હાને કહો આ બાજુ જોવા માટે. દુલ્હનનો આ વીડિયો જ્યાં કેટલાક લોકોને ખુબ ક્યૂટ લાગ્યો તો કેટલાક લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે,’લો આવી ગઈ પપ્પાની પરી’. તો બીજા એક યુઝરે લખ્યું કે,’મને તેના માટે ખરાબ લાગી રહ્યું છે. ખબર નહિ કેમ તેને આવી રીતે બોલવું પડી રહ્યું છે. તેમજ અન્ય એક યુઝરે લખ્યું કે દુલ્હન ઉદાસ અને અપસેટ નજર આવી રહી છે.

Patel Meet