સ્ટેજ પર દુલ્હો જોઇ રહ્યો હતો દુલ્હનની રાહ, પણ બહેનો સાથે લિફ્ટમાં જ ફસાઇ ગઇ દુલ્હન, પછી થયુ એવું કે…

લગ્નના મંડપ માટે નીકળેલી દુલ્હન લિફ્ટમાં ફસાઇ, બોલાવવી પડી ફાયર બ્રિગેડ

Bride Stuck In Lift: ઘણીવાર લગ્નની અંદર એવી એવી ઘટનાઓ બની જાય છે કે અફરાતફરી મચી જતી હોય છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રના ભાયંદરમાં લગ્ન સ્થળે ત્યારે હંગામો મચી ગયો જ્યારે દુલ્હન લિફ્ટમાં ફસાઈ ગઈ. મહારાષ્ટ્રમાં એક દુલ્હન પોતાના લગ્ન સ્થળ પર જતી વખતે લગભગ અડધા કલાક સુધી લિફ્ટમાં ફસાઈ ગઈ હતી.

સોમવારે રાત્રે મહિલા તેના પરિવારના સભ્યો સાથે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં લોકો લિફ્ટના દરવાજાની બહાર ઉભેલા દુલ્હનને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. દુલ્હન તેના બાળકો અને સંબંધીઓ સાથે લિફ્ટની અંદર ફસાઈ ગઈ છે.

થોડીવાર પછી લિફ્ટનો દરવાજો ખુલે છે અને ફસાયેલા લોકો ગભરાયેલી હાલતમાં બહાર ભાગતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લિફ્ટમાં ફસાયેલ એક બાળક ખુરશી પર બેઠો છે અને શ્વાસ લેવા માટે હાંફી રહ્યો છે અને લોકો તેને પાણી આપી રહ્યા છે. એવું લાગે છે કે દુલ્હન પણ આ ઘટનાથી ચોંકી ગઈ છે અને મહેમાનો તેને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

દુલ્હન તેની ત્રણ બહેનો અને બે સગીર સંબંધીઓ સાથે લિફ્ટની અંદર હતી અને પછી લિફ્ટ અધવચ્ચે જ ફસાઈ ગઈ. જેના કારણે લિફ્ટમાં ફસાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો. સ્થળ પર હાજર સંબંધીઓએ દુલ્હન અને બીજા લોકોને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો, ફણ કોઈ ફાયદો થયો નહીં. આ પછી દુલ્હનને બચાવવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી અને ફાયર કર્મીઓ લિફ્ટને પહેલા માળે લાવવામાં સફળ રહ્યા. જે પછી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા.

Shah Jina