વરરાજાના મિત્રએ સ્ટેજ ઉપર કરી દીધી શરમની તમામ હદો, કન્યાને આપી એવી ભેટ કે જોઈને તમે પણ શરમાઈ જશો

આવા મિત્રો હોય તો પછી મિત્રનું ઘર ભાંગે જ ને ? જુઓ લગ્નમાં વરરાજાના મિત્રએ આપીએ કેવી ભેટ

સોશિયલ મીડિયામાં લગ્નના વીડિયો વાયરલ થવાનો એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં લગ્નની અલગ અલગ વિધિ તેમજ લગની અંદર થઇ રહેલી મજાક મસ્તીના વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે જેને આપણે જોતા જ પેટ પકડીને હસવા લાગીએ છીએ તો ઘણા વીડિયો હેરાન પણ કરી દેનારા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં વરરાજાનો એક મિત્ર કન્યાને એવી ભેટ આપે છે જેને જોઈને કન્યા પણ શરમથી લાલ થઇ જાય છે. મોટાભાગે આપણે લગ્નની અંદર  જોઈએ છીએ કે વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ ખુબ જ મસ્તી કરતા હોય છે. આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજાનો મિત્ર સ્ટેજ ઉપર ભેટ આપવા માટે આવે છે અને ભેટ સ્વરૂપે સાથે એક બોક્સ લઈને આવે છે. પહેલા તે બોક્સ ખોલે છે અને પછી તેમાંથી બીજું એક બોક્સ બહાર કાઢે છે. જેમાંથી તે એવી વસ્તુ બહાર કાઢે છે કે જોઈને જ દુલ્હન શરમથી પાણી પાણી થઇ જાય છે.

વરાજનો મિત્ર બોક્સની અંદરથી બાળકોને દૂધ પીવાની બોટલ બહાર કાઢે છે. આ જોઈને કન્યા શરમાઈ જાય છે. તમને પણ આ વીડિયો જોઈને ખુબ જ હસવું ચોક્કસ આવશે, સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને પણ લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે અને અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel