લગ્નના 10 જ દિવસ પછી નવપરણિતાએ આપ્યો બાળકને જન્મ, પતિ સહિત સાસરિયાઓના ઉડી ગયા હોંશ…મચી ગયો હોબાળો, મામલો જાણી ધ્રાસકો લાગશે

KanpurA shocking incident : ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે જાણી કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં જ કેટલાક દિવસ પહેલા એક મામલો સામે આવ્યો હતો, જેમાં લગ્નના માત્ર 10 દિવસ બાદ જ એક નવપરણિતાએ બાળકને જન્મ આપ્યો. આ પછી પતિ અને સાસરિયાઓએ પરણિત મહિલાને અપનાવવાની ના પાડી દીધી. બીજી તરફ પીડિતાની ફરિયાદ પર પોલીસે ગેંગરેપ અને એસસી-એસટીનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે દરોડા પણ પાડ્યા હતા.

File Pic

આ મામલો ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતના રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી એક દલિત યુવતીના લગ્ન 15 મે 2023ના રોજ ભોગનીપુર કોતવાલી વિસ્તારના એક ગામમાં થયા હતા. લગ્ન થયા બાદ 25મી મેના રોજ નવપરિણીત મહિલા તેના પિયર આવી ત્યારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો અને પરિવાર તેને હોસ્પિટલ લઇ ગયો, જ્યાં તેણે 26 મેના રોજ પ્રસૂતિની પીડા બાદ એક બાળકને જન્મ આપ્યો. બાળક નબળું હોવાને કારણે તે થોડા જ સમયમાં મૃત્યુ પામ્યુ હતુ.

File Pic

જ્યારે પતિ અને સાસરિયાઓને આ બાબતની જાણ થઈ તો તેઓએ પત્નીને અપનાવવાની ના પાડી દીધી. તે બાદ પીડિતાએ 6 જૂને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ગામના અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો અને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કરાવ્યો. આ કેસમાં રૂરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ 374-ડી, 506 અને 3(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે, આરોપીની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Shah Jina