લગ્નની વિદાયમાં એવી રડી કન્યા અને તેની બહેનપણી કે એક કાકી તો બહેનપણીને મારવા માટે હાથ પણ ઉગામી દીધો… જુઓ વીડિયો

કન્યા વિદાયમાં કોઈ આ રીતે તો રડતું હશે ? આવો વીડિયો આજ સુધી તમે ક્યારેય નહિ જોયો હોય, જેને પણ જોયો હસી હસીને બઠ્ઠા વળી ગયા…જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ફરી જામી ચુક્યો છે અને ઘણી બધી જગ્યાએ લગ્ન પ્રસંગો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા રહે છે અને આવા વીડિયોમાં કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે આપણને પણ હેરાન કરી દેતી હોય છે.

ત્યારે એક ઘટના એવી પણ હોય છે જે આંખોમાં આંસુઓ પણ લાવી દે છે અને એ ઘટના છે કન્યા વિદાયની. દરેક દુલ્હન કન્યા વિદાયમાં રડવા લાગે છે અને તેના પરિવારજનો પણ તેને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેને લોકોને ભાવક કરવાના બદલે પેટ પકડીને હસવા માટે મજબુર કરી દીધા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક દુલ્હન વિદાય લઈને તેના પિયરથી સાસરે જઈ રહી છે. આ દરમિયાન સંબંધીઓ તેને ભેટીને રડી રહ્યા છે. દુલ્હન એટલું બધું રડે છે કે આસપાસ ઉભેલા સૌની અંખોમાં આંસુઓ આવી જાય. ત્યારે જ તેની એક બહેનપણી પણ રડતા રડતા આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Join the family! 😂 (@thegushti)

કન્યાની બહેનપણી કન્યાને રડીને ભેટવા જતા આજુબાજુ ઉભેલા બીજા લોકોને પણ ધક્કો મારે છે અને કન્યાને ભેટીને રડવા લાગે છે. ત્યારે જ બધા તેમને છુટા પાડવા માટે જાય છે. બંનેને છુટા પાડે છે ત્યારે એક કાકી આવીને તેને લાફો મારવા હાથ પણ ઉગામી દે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ હસી રહ્યા છે.

Niraj Patel