આજકાલ સંબંધોમાં કોણ ક્યારે દગો આપી જાય તે કોઈને ખબર નથી હોતી, લગ્ન બાદ પણ ઘણા પતિ પત્નીઓ એકબીજાને છેતરતા હોવાના અને લગ્નેત્તર સંબંધો રાખવાના અઢળક કિસ્સાઓ મળતા આવે છે. પરંતુ હાલ ઉત્તર પ્રદેશના ગૌડા જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે તે જાણીને ખરેખર નવાઈ લાગે.

ગૌડામાં લગ્નના બધા જ વિધિ પૂર્ણ કરીને યુવતી અડધી રાત્રે પોતાના પ્રેમી સાથે ફરાર થઇ ગઈ છે. આ વાતની જાણ થયા બાદ ખુશીઓ ભરેલું વાતાવરણ માતમમાં બદલાઈ ગયું હતું. આ યુવતીના લગ્ન એપ્રિલ મહિનામાં થવાના હતા, પરંતુ કોરોના વાયરસના કારણે તેના લગ્ન 26 નવેમ્બરના રોજ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન મંડપમાં શણગાર સજી અને કન્યાએ વરરાજા સાથે લગ્નના ફેરા લીધા અને ત્યારબાદ કપડાં બદલવાનું બહાનું કાઢીને પોતાના પતિને છેતરી તે પોતાના પ્રેમીનો હાથ પકડી અને ભાગી ગઈ હતી. ત્યારબાદ સમગ્ર વાતાવરણ ગરમાયુ હતું.

ગામના લોકોના હસ્તક્ષેપ બાદ બંને પક્ષમાં સમજૂતી કરાવવામાં આવી હતી. કોઈપણ પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી નહોતી.સવારે છોકરીના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી ઘરેણાં લઈને ક્યાંક ભાગી ગઈ છે. આટલું સાંભળીને જ વરપક્ષના હોશ ઉડી ગયા હતા.

વરરાજા 26 નવેમ્બરના રોજ વાજતે ગાજતે જાન લઇ અને પહોંચ્યો હતો. માંગલિક પ્રસંગોમાં જયમાલા બાદ વર-કન્યાએ લગ્નના સાત ફેરા પણ લીધા હતા અને લગ્નના બધા જ રિવાજો પણ પૂર્ણ કર્યા હતા. પરંતુ સવારે જ્યારે વિદાયના સમયે કન્યા મળી નહિ ત્યારે બધા જ હેરાન રહી ગયા અને તેની શોધ કરવામાં આવી.
પાડોશીઓને પણ તેના વિશે પૂછવામાં આવ્યું પરંતુ કોઈને કન્યા ક્યાં છે તેની ખબર નહોતી. આખા ગામની અંદર આ ખબર વાયુવેગે ફેલાઈ ગઈ, પરંતુ બાદમાં ખબર મળી કે તે તેના પ્રેમી સાથે ઘરેણાં લઈને ભાગી ગઈ છે.

તો આ ઘટનામાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાબતે તેમની પાસે કોઈ ફરિયાદ નથી આવી, ફરિયાદ આવશે તો આ સમગ્ર મામલાની તપાસ કરવાંમાં આવશે.