અજબગજબ

દુલ્હનની એન્ટ્રી જોઈને દંગ રહી ગયા લોકો, સ્વેગ જોઈને વરરાજા પણ ઉતારવા લાગ્યો નજર, વીડિયો થયો વાયરલ

કોરોના કાળમાં ઘણા બધા લોકોના લગ્ન અટકી ગયા હતા. પરંતુ લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ લોકો લગ્ન કરવા જાણે તૂટી પડ્યા હોય તેમ લાગે છે, ઠેરઠેર અઢળક લગ્નો થઇ રહેલા જોવા મળે છે. આ બધામાં જ લગ્નની અંદરથી હવે અવનવા વીડિયો વાયરલ પણ થવા લાગે છે.

આ બધા વચ્ચે જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લગ્નના મંડપમાં ધાંસુ એન્ટ્રી મારતી જોવા મળી રહી છે. તેને જોઈને સ્ટેજ ઉપર ઉભેલા વરરાજા પણ તેની નજર ઉતારવા લાગે છે અને દુલ્હન પોતાના પતિને હાથ ઉપર ચુંબન પણ આપે છે.

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્હન “મેરે સૈયા સુપર સ્ટાર” ગીત ઉપર ડાન્સ કરતી કરતી લગ્ન મંડપમાં એન્ટ્રી કરે છે. ત્યારે આસપાસ ઉભેલા લોકો પણ તેને ડાન્સ કરતા જોઈને તેનો ઉત્સાહ વધારે છે.

કન્યા સ્ટેજ પાસે ડાન્સ કરતા કરતા પહોંચે છે ત્યારે વરરાજા પણ તેને જોઈને ખુશ થઇ જાય છે અને કન્યાના નજીક જતા જ તેની નજર પણ ઉતારવા લાગે છે. ત્યારે કન્યા પણ વરરાજાના હાથ ઉપર પ્રેમથી ચુંબન આપી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લાખો લોકોએ તેને જોઈ પણ લીધો છે. ઘણા લોકો કોમેન્ટ કરી અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.