ઘોડી પર બેસીને કન્યાએ લગ્ન મંડપમાં મારી એવી એન્ટ્રી કે લોકો બોલ્યા..”આની આગળ તો વરરાજા પણ ફેલ…” જુઓ વીડિયો

જાનૈયા અને પિયરિયાઓના હોંશ ઉડી ગયા, જયારે ઘોડી પર બેસીને વાજતે ગાજતે લગ્ન મંડપમાં પહોંચી કન્યા, જુઓ બ્રાઈડલ એન્ટ્રીનો શાનદાર વીડિયો

હાલ દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ઇન્ટરનેટ પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ પણ થતા હોય છે. ઘણા વીડિયોમાં એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે લોકોના દિલ જીતી લે છે. લગ્ન કરનારા દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ અલગ આયોજનો પણ કરતા હોય છે અને તેમાં પણ લગ્નની એન્ટ્રી ખુબ જ ખાસ રાખવામાં આવે છે.

સામાન્ય રીતે, લગ્નના દિવસે વરરાજા બેન્ડ વાજા સાથે ઘોડી પર બેસીને વરઘોડો કાઢે છે અને લગ્ન મંડપમાં પહોંચે છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક દુલ્હને ઘોડી પર બેસીને લગ્ન મંડપમાં એન્ટ્રી લીધી હતી અને હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા રિવાજના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.

વીડિયોની શરૂઆત એક દુલ્હનથી થાય છે, જે સુંદર રીતે ગુલાબી લહેંગામાં સજ્જ છે, જે ઘોડી પર ચઢવાનો પ્રયાસ કરી રહી છે. આગળની ફ્રેમમાં, કન્યાને ઘોડી પર ડાન્સ કરતી જોઈ શકાય છે. તે પછી કન્યાને ઘોડી પર સવારી કરતી અને તેના મિત્રો અને પરિવાર સાથે વરઘોડામાં ડાન્સ કરતી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by subh vivah (@shubhavivahh)

વીડિયોમાં આ દુલ્હન ઘોડી પર બેસીને બ્રાઈડલ એન્ટ્રી લેતી જોઈ શકાય છે, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વીડિયો જોનારા લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ અનોખી એન્ટ્રીથી લોકોને નવો અનુભવ મળી રહ્યો છે અને ભારતીય લગ્ન પરંપરાઓમાં થોડી નવીનતા લાવવાની શક્તિ દેખાઈ રહી છે.

Niraj Patel