કેટરીના બનીને વરરાજાના રૂમમાં ઘુસી કન્યા, પછી વિક્કી કૌશલનો ફોટો બતાવીને કહ્યું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે જેને જોઈને હેરાની પણ થતી હોય છે. તો ઘણીવાર વર કન્યા પોતાના લગ્નને ખાસ બનાવવા માટે એવું કંઈક કરતા હોય છે જે સોશિયલ મીડિયામાં પણ છવાઈ જાય છે. હાલ સોશિયલ મીડિયામાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કન્યા તેના વરને કંઇક એવું કહે છે કે આ વીડિયોને ખુબ જ જોવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા તેના રૂમમાં તૈયાર થઈ રહ્યો છે અને ત્યારે જ દુલ્હન તૈયાર થઈને વરરાજાના રૂમમાં પ્રવેશ કરે છે. અહીં બે લોકો એકસાથે વરરાજાના ડ્રેસને સજાવી રહ્યા છે. પછી દુલ્હન એ પોતાનો ફોન કાઢીને વિક્કી કૌશલનો ફોટો બતાવ્યો.

દુલ્હનએ વરને તૈયાર કરનારા લોકોને કહ્યું કે તેનો ચહેરો બિલકુલ વિક્કી કૌશલ જેવો હોવો જોઈએ. થોડીક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દુલ્હનને વરરાજાની પાઘડી પહેરાવતી વખતે લુક પસંદ ન આવ્યો તો તેણે તેને બદલવા માટે કહ્યું. દુલ્હને સમજાવ્યું કે પાઘડી વિક્કી કૌશલ પહેરે છે તેવી હોવી જોઈએ. એટલું જ નહીં, તે પાઘડીની કલગીમાં પણ આવો જ લુક ઇચ્છતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shaadi Jitters (@shaadijitters)

જ્યારે કન્યા વરરાજાના રૂમમાં આવી ત્યારે તે સંપૂર્ણપણે તૈયાર હતી. તેનો લુક પણ કેટરીના જેવો જ હતો, જેના કારણે તે વરને વિક્કીની જેમ તૈયાર કરાવવા માંગતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર shaadijitters નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘દુલ્હન હંમેશા ઈચ્છે છે કે તેનો વર અને તેનો પરિવાર શ્રેષ્ઠ દેખાય. એક સુંદર ઉદાહરણ.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel