Video: લગ્ન પહેલા રોડ પર સ્કૂટી લઈને નિકળી દુલ્હન, બોલી- શાદી કે મંડપ સે ખુદ કો ભગા

લગ્નમાં થતી મસ્તીના વીડિયો આજકાલ ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા અવનવા પ્રયોગો કરતા હોય છે. ક્યારેક વરરાજાના મિત્રો દ્વારા મજાક કરવામાં આવે છે તો ક્યારે વર-કન્યા જાતે જ ફની મુમેન્ટ ક્રિએટ કરે છે. તો બીજી તરફ લગ્નના દિવસે તૈયાર થવાથી લઈને વિધિમાં ભાગ લેવાનો હોવાથી કન્યા પાસે ઓછો સમય રહે છે.

તેથી તે ઘરની બહાર ઓછી નિકળે છે. તેને બહાર નિકળવાનો સમય ત્યારે જ મળે છે જ્યારે તે તૈયાર થવા માટે બ્યૂટી પાર્લર જાય છે. હવે આવો જ એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કન્યા રસ્તા પર સ્કૂટી લઈને જઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક દુલ્હન લોકોની પરવા કર્યા વિના લગ્નના પોષાકમાં રસ્તા પર સ્કૂટી લઈને નિકળી પડી છે.

આ વીડિયોમાં તમે દુલ્હનના ચહેરા પર સ્માઈલ જોઈ શકો છે. તે લગ્નના પોષાકમાં હોવા છતા પોતાની મસ્તીમાં લોકોની ભારે ભીડ વચ્ચે સ્કૂટી ચલાવી રહી છે. સ્કૂટી ચલાવતી વખતે તેની ખુશીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તે બોલિવૂડના ગીત જોર કા ઝટકા પર લિપસિંક કરી રહી છે. આ દરમિયાન કન્યા કહે છે કે, હા મૌકા હૈ પગલે, શાદી સે બચલે, સમજા લે દિલ ક્યું એ શાદી કો મચલે…શાદી કે મંડપ સે તૂ ખુદ કો ભગા, હા ભગા.

લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે, લગ્ન પહેલા કન્યા દ્વારા સ્કૂટી ચલાવવાનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર bridal_lehenga_designn નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. તેના પર લોકો ખુબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, સમજો, પ્રેમને ફેલાવા માટે આને શેર કરો. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું, વાહ શું વાત છે, લગ્ન પહેલા રોડ પર સ્કૂટ ચલાવી રહી છે દુલ્હન. લગ્ન પહેલા મસ્તી કરી રહેલી આ દુલ્હનનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

YC