સંગીત સંધ્યામાં વરરાજાને સરપ્રાઈઝ આપવા માટે કન્યાએ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે સૌની આંખો પહોળી થઇ ગઈ, જુઓ વીડિયો
Bride Dance Video : સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોવાની એક અલગ જ મજા હોય છે. ખાસ કરીને લગ્નમાં જે ડાન્સ થતા હોય છે અને તેમાં પણ વર કન્યા જયારે સંગીત સંધ્યામાં ડાન્સ કરે એ મોકો જોવગાની ખુબ જ મજા આવે છે.
હાલ એક એવી જ દુલ્હનનો ડાન્સ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેને પોતાના વરરાજા માટે એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે સૌ જોતા જ રહી ગયા. કન્યાના ડાન્સ મૂવ્સ, એક્સપ્રેશન્સ અને ટાઇમિંગ એટલા જબરદસ્ત છે કે તમે જોતા જ રહી જશો. પોતાના ડાન્સથી કન્યાએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને મહેમાનો, સંબંધીઓ અને વરરાજા સહિત દરેક પર અમીટ છાપ છોડી દીધી.
વરરાજા એટલો ખુશ હતો કે તે 9 કિલોના લહેંગામાં ડાન્સ કરતી દુલ્હનને જોઈને બૂમો પાડી રહ્યો હતો. વિડિયો શેર કરતાં દુલ્હને લખ્યું, “તે જાણતો ન હતો કે હું તેને આ ડાન્સથી સરપ્રાઈઝ કરીશ. મને ખબર નહોતી કે 9 કિલોના લહેંગામાં હું મારા ડાન્સ મૂવ્સ કેવી રીતે કરીશ.” ત્યારે તેનો ડાન્સ ખરેખર ખુબ જ શાનદાર હતો.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો ત્યારથી ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. કન્યાના ડાન્સ અને તેણ ઉત્સાહને જોઈને વીડિયો જોનારા પણ મંત્રમુગ્ધ બની ગયા અને કન્યાના વખાણ કરવા લાગ્યા. સાથે જ 9 કિલોનો લહેંગો પહેરીને આ રીતે ડાન્સ કરવા માટે પણ લોકોએ તેના વખાણ કર્યા અને ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.