થનારી દુલ્હને લગ્નની આગલી રાત્રે સંગીત સંધ્યામાં તેના પિતા સાથે કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે પપ્પાના સ્ટેપ જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ

હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો અને તસવીરો વાયરલ થતી હોય છે, જેમાં ઘણા વીડિયો દિલ જીતી લેનારી હોય છે. હવે લગ્નની અંદર પણ ખાસ આયોજનો થતા હોય છે, પીઠી અને મહેંદીના પ્રસંગને પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે લગ્નની આગળની રાત્રે સંગીત સંધ્યા પણ રાખવામાં આવે છે.

સંગીત સંધ્યાના કર્યક્રમમાં લોકો મન મૂકીને ઝુમતા હોય છે, ઘણા લોકો તો કોઈ ખાસ ડાન્સ ટ્રેનરને હાયર કરીને લગ્નના થોડા મહિનાઓ પહેલાથી જ ડાન્સની પ્રેક્ટિસ કરતા હોય છે, અને સંગીત સંધ્યામાં ધૂમ મચાવતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ બાપ દીકરીના ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાપ દીકરી ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે.

આ વાયરલ વીડિયોમાં દુલ્હને ઓફ-વ્હાઈટ અને એમ્બ્રોઈડરી લહેંગો પહેર્યો છે, જ્યારે તેના પિતાએ બ્લેક ટક્સીડો પહેર્યો છે. દુલ્હનનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. દુલ્હને તેના પિતા સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને લોકો દંગ રહી ગયા. સૌથી અદ્ભુત ક્ષણ ત્યારે આવે છે જ્યારે પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહીનું ગીત વાગવાનું શરૂ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by A N I S H A K A Y (@anishakula)

‘સાકી-સાકી’ ગીત પર માત્ર દુલ્હન જ નહીં પરંતુ તેના પિતાએ જોરદાર ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં બંનેએ નોરા ફતેહીનો સિગ્નેચર સ્ટેપ પણ કર્યો હતો. આ ડાન્સ જોઈને દુનિયાભરના લોકોએ બંનેના જોરદાર વખાણ કર્યા. દુલ્હનની જેમ તેના પિતાએ પણ ડાન્સ સ્ટેપની નકલ કરી હતી. આ વીડિયોમાં સૌથી મજેદાર ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે બંને હાથ જમીન પર ઉંધા રાખીને ડાન્સ કરવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel