લગ્નના સ્ટેજ પર કન્યાએ કર્યો એવો ડાન્સ કે વીડિયો જોઈને લોકો બોલ્યા…”ટિક્ટોક અને રીલ વાળી છોકરીઓ સાથે લગ્ન કરવાનું પરિણામ..”, જુઓ વીડિયો

સ્ટેજ પર ડાન્સ કરતા કરતા વરરાજા થાકીને થઇ ગયો ઠૂસ, પણ કન્યા તો ભરપૂર એનર્જી સાથે ડાન્સ કરવા લાગી, વીડિયો વાયરલ થતા જ લોકોએ કરી એવી એવી કોમેન્ટ કે.. જુઓ

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલો લગ્નના પવિત્ર બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પણ લગ્નના વીડિયોથી ભરાયેલું પડ્યું છે. ઘણા વીડિયો એવા આવે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય. ત્યારે લગ્ન એક ખુશીઓનો પ્રસંગ છે અને તેમાં ડાન્સ કરવા માટે લોકો તો ખુબ જ ઉત્સાહિત રહેતા હોય છે.

આ દરમિયાન .સોશિયલ મીડિયામાં લગ્નમાં થતા ડાન્સના પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં સગા સંબંધીઓ, મિત્રો અને ઘણીવાર તો વર-કન્યા પણ ખુશીથી ઝુમતા જોવા મળે છે, ત્યારે હાલ એક ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કન્યા સ્ટેજ પર ચઢીને જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વાયરલ ક્લિપ 2.16 સેકન્ડની છે, જેમાં વરરાજા અને કન્યાને સ્ટેજ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. જોકે, વરરાજાને લાગે છે કે આ ડાન્સ થોડીક સેકન્ડ સુધી ચાલશે. પણ ભાઈ… કન્યા અટકતી નથી. તે અલગ-અલગ સ્ટેપ્સ કરે છે. ક્યારેક તે જમીન પર બેસે છે, તો ક્યારેક તે ખુરશી મંગાવીને વરના ખોળામાં બેસી જાય છે અને પછી તેના પર બેસીને ડાન્સ કરે છે.

ત્યારે ઘણા લોકો સ્ટેજ પર વારાફરથી આવે છે અને પૈસા પણ ઉડાવે છે. વરને જોઈને લાગે છે કે તે હવે ડાન્સ નહીં કરી શકે. પણ કન્યા થાકતી નથી. ત્યારે આ વીડિયોને વાયરલ થતો જોઈને લોકો પોતાના દિલની વાત લખવા લાગ્યા.  કેટલાકે કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર રીલ અને ટિક્ટોક વીડિયો બનાવવા વાળી કન્યા સાથે લગ્ન કરવાનું પરિણામ.

Niraj Patel