વાયરલ

લગ્નના સ્ટેજ ઉપર કન્યાએ આ જુના ગીત ઉપર ડાન્સ કરીને તો રીત સરની આગ લગાવી દીધી, એવા ઠુમકા લગાવ્યા કે મહેમાનો પણ હોશ ખોઈ બેઠા, જુઓ વીડિયો

લગ્ન એટલે એક ખુશીનો પ્રસંગ, જ્યાં લોકો હસતા ગાતા હોય, નાચતા હોય અને 2-3 દિવસ સુધી એક નહિ પરંતુ બે પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળે. લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ ઈન્ટરનેટ ઉપર વાયરલ થતા હોય છે. જે લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે. દરેક વર અને કન્યા તેમના લગ્નને લઈને લઈએં ખુબ જ ખુશ હોય છે અને સ્ટેજ ઉપર થતા ડાન્સમાં તેમની ખુશી સ્પષ્ટ છલકાઇ આવે છે.

ત્યારે હાલ એવી જ એક કન્યાનો જબરદસ્ત ડાન્સ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નના મંચ પર દુલ્હન ફિલ્મ શરાબીના સુપરહિટ ગીત ‘મુઝે નૌલખા મંગા દે રે’ પર સોલો ડાન્સ પરફોર્મ કરતી જોવા મળે છે. વિડિયો જોઈને લાગે છે કે આ ડાન્સ વરમાળા સેરેમની પછીનો છે કારણ કે દુલ્હનના ગળામાં માળા દેખાય છે.

દુલ્હને એવો જોરદાર ડાન્સ કર્યો કે આ જોઈને લોકો દુલ્હનના ફેન બની ગયા. ગીત દરમિયાન, કન્યા શરમાયા વિના સંપૂર્ણ આત્મવિશ્વાસ બતાવે છે. ગુલાબી રંગના લહેંગામાં દુલ્હન ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ડાન્સ ફ્લોર પર દુલ્હનનો આ લુક જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

ઘણા લોકોએ આ વીડિયો શેર કર્યો છે. વિડિયોમાં દુલ્હન તેના અદભૂત ડાન્સ મૂવ્સથી લગ્નમાં આવેલા મહેમાનો ઉપરાંત સંબંધીઓના દિલ જીતી લે છે. દુલ્હનનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો કોમેન્ટમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા પણ જોવા મળી રહ્યા છે.