લગ્ન કરીને સાસરે જતી હતી કન્યા, પપ્પાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા બંને, પરંતુ દીકરીના ગયા પછી અચાનક કર્યું પપ્પાએ એવું કે માન્યામાં નહિ આવે, જુઓ વીડિયો

એક પિતા દીકરીના લગ્નની વિદાય સમયે આવું કેવી રીતે કરી શકે ? પહેલા ભાવુક થઈને રડ્યા અને પછી… જુઓ વીડિયો

દરેક પતિએ માટે તેમની દીકરી કાળજાનો કટકો હોય છે, હંમેશા પોતાના ચહેરા ઉપર ગુસ્સો રાખનારો પિતા પણ દીકરીની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતા હોય છે. દીકરી વિદાયનું દુઃખ એક પિતા સિવાય કોઈ સમજી ના શકે આ દુનિયામાં. સોશિયલ મીડિયામાં કન્યા વિદાયના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેમાં પિતા દીકરીને વળગીને રડતા પણ જોઈ શકાય છે, પરંતુ હાલ એક વીડિયો એવો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન પછી વિદાયનો માહોલ છે અને પછી અચાનક દુલ્હન તેના પિતાને જોઈને તેને ગળે લગાવે છે. દુલ્હન ખૂબ જ ભાવુક છે અને તે પિતાની છાતી પર માથું મૂકીને રડી રહી છે. પિતા પણ દીકરીના માથા પર હાથ મૂકીને ભાવુક થવાની રડી રહ્યા છે.

આ પછી જેવી દુલ્હન આંખોમાં આંસુ સાથે વળે છે, તેના પિતા પાછળથી બંને હાથ ઉંચા કરીને નાચવા લાગે છે. દુલ્હનના પિતાને જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. જેવી કન્યા વિદાય લેવાનું શરૂ કરે છે, પિતા આનંદથી નાચવા લાગે છે અને નજીકમાં ઉભેલા મહેમાનો હસવા લાગે છે. આ જોઈને દુલ્હન પાછું વળીને જુએ છે કે તરત જ તેના પિતા ફરીથી ભાવુક થવાનો અભિનય કરવા લાગે છે.

માત્ર 20 સેકન્ડનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેને @SabjiHunter નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેને 15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 46 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ ઉપરાંત ઘણા લોકો રીટ્વીટ અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel