ઉછળતા ઉછળતા આવી દુલ્હન અને રસ્તા કિનારે મિત્રો સાથે કર્યો ડાન્સ, જોતો જ રહી ગયો દુલ્હો

ઉછળતા ઉછળતા આવી દુલ્હન અને રસ્તા કિનારે મિત્રો સાથે કર્યો ડાન્સ, જોતો જ રહી ગયો દુલ્હો

પહેલાના અને આજના લગ્નમાં ઘણો તફાવત રહ્યો છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તમે લગ્નમાં જતા હતા, ત્યારે ફક્ત વર જ જાન લઇને આવતો ફક્ત વરરાજા જ નાચતા જોવા મળતા હતા. દુલ્હન પક્ષ માટે બહુ ઓછો ડાન્સ જોવા મળતો હતો, પરંતુ આજનો યુગ બદલાઈ ગયો છે અને માત્ર દુલ્હન પક્ષના લોકો જ નહી પરંતુ દુલ્હન પોતે પણ નાચવામાં ભાગ લે છે. કન્યા તેના લગ્નમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે અને ખૂબ જ ધૂમધામ મચાવે છે. વરરાજા ડાન્સ કરીને દુલ્હનના દરવાજે ઉભો રહે છે કે તરત જ કન્યાના પરિવારના સભ્યો અને તેના મિત્રો પણ ડાન્સ કરે છે અને જબરદસ્ત દુલ્હનની એન્ટ્રી કરે છે.

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ વાયરલ થાય છે, ત્યારે હાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દુલ્હન જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોશો કે વરરાજાની જાન લગ્ન સ્થળ પર પહોંચતા જ દુલ્હને એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. તે પોતાની શૈલીમાં વરનું સ્વાગત કરે છે. લહેંગો પહેરીને દુલ્હન ઉછળતી ઉછળતી આવે છે અને પછી અચાનક બોલીવુડના ગીત પર ડાન્સ કરવા લાગે છે. આ દરમિયાન, દુલ્હન તેના મિત્રો સાથે હોય છે.

દુલ્હનનો ડાન્સ પણ ગજબનો જોવા જેવો છે. દુલ્હનનો ડાન્સ જોઈને વરરાજા અટકી જાય છે અને એકીટશે તેને જોતો રહે છે. જો કે, જ્યારે ગીત ખત્મ થવા આવે છે, ત્યારે ત્યારે દુલ્હન તેના વરનો હાથ પકડીને તેને પણ નાચવા માટે લાવે છે અને ડાન્સ કરવા લાગે છે. દુલ્હા અને દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દુલ્હન ડાન્સ કરતી હોય છે ત્યારે તેની અંદર એક અલગ જ એનર્જી જોવા મળે છે.

દુલ્હન રોકાયા વિના ડાન્સ કરતી રહે છે અને આસપાસ ઉભેલા લોકો તેને જોતા જ રહે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર weddingbazaarofficial નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેને 6 હજારથી વધુ લાઇક્સ પણ મળી છે. વીડીયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના ફીડબેક આપ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શાનદાર ડાન્સ, આવી એન્ટ્રી હોવી જોઈએ.’

Shah Jina